મત-મંઝીલ અને મંદીર : રાહુલે જગન્નાથદાદાને શીષ ઝુકાવ્યું

અમદાવાદ : ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ટેમ્પલ પોલીટીકસનો મુદો ખુબ ગરમાઈ જવા પામી ગયો છે અને રાહુલ અને નરેન્દ્ર મોદી ઠેર ઠેર મંદીરોમાં દર્શન કરી રહ્યો. આજે પણ મોદી અંબાજી મંદીરે દર્શન કરવા પહોંચ્યા હતા તો રાહુલ ગાંધી પણ ગુજરાતની ચૂંટણીમાં મતોની મંજીલ મંદીરથી પાર કરવા મથી રહ્યા છે. આજ રોજ તેઓએ અમદાવાદના જગન્નાથ મંદીરે સવારે દર્શન કર્યા છે. રાહુલને અહી પુજા-અર્ચન કર્યા બાદ તેઓએ સ્થાનિક સમસ્યાઓ પર વાર કર્યા હતા.