મતદારોને લાંચ કે પ્રલોભન આપવા સંબંધેની ફરિયાદ કન્ટ્રોલરૂમ અને ઓબ્ઝર્વરને કરી શકાશે

ભુજ : તા.૯/૧૨/૨૦૧૭ના યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણી કામે ચુંટણી ખર્ચ સબંધે અથવા મતદારોને લાંચ કે પ્રલોભન આપવા સબંધેની કોઇપણ ફરિયાદ, શંકાસ્પદ રોકડ વ્યવહાર થતી હોય તો તેની જાણકારી આપવા માટે એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૮૩૨, ૦૨૮૩૨-૨૫૪૦૧૬, ૦૨૮૩૨-૨૫૪૦૧૭, ૦૨૮૩૨-૨૫૪૦૧૮ અને ૦૨૮૩૨-૨૫૪૦૧૯ અને ખર્ચના ઓબ્ઝર્વરના સંપર્ક માટે ૧-અબડાસા અને ૨-માંડવી વિધાનસભા માટે એસ.કે. ઝફરઉલ હકક તનવીર (આઇઆરએસ.) ના મો.નં.૯૪૮૪૪ ૯૩૪૮૭ એજન્સી બંગલો, સર્કિટ હાઉસ-માંડવી અને ૩-ભુજ અને ૪-અંજાર વિધાનસભા માટે સંતોષ જી. પરાગે (આઇઆરએએસ) મો.નં.૯૪૮૪૪ ૯૩૪૮૮ ઉમેદભુવન સર્કિટ હાઉસ-ભુજ ખાતે, ૫-ગાંધીધામ તેમજ ૬-રાપર વિધાનસભા માટે આશિષ સીંગ (આઇઆરએએસ) મો.નં.૯૪૮૪૪ ૯૩૪૮૯ ઉદયનગર ઈફકો ગેસ્ટ હાઉસ, ગાંધીધામ ખાતે સંપર્ક માટે જાણ કરવા કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર-કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે.