મતદાન જાગૃતિ માટે કચ્છની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓમાં ૪.૪૨ લાખ સંકલ્પ પત્રોનું વિતરણ કરાયું

0
31

વિધાનસભાની ચૂંટણી – ૨૦૨૨માં તમામ કચ્છના મતદારો જાગૃતતાપૂર્વક મતદાન કરે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે તમામ મતદારોને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વાલીઓ જાગૃત બનીને સક્રીયપણે લોકશાહીના આ પર્વમાં ભાગ લે તથા ૧૦૦ ટકા મતદાનનો સંકલ્પ લે તે માટે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ૪.૪૨ લાખ સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ અંગેની વિગતો મૂજબ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મતદાર જાગૃતિલક્ષી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે હેઠળ ૩.૪૦ લાખ સંકલ્પ પત્રો પ્રાથમિક શાળામાં, ૮૦ હજાર માધ્યમિક શાળામાં તથા ૨૨ હજાર કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરીત કરાયા છે. આમ કુલ ૪.૪૨ લાખ સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેનો હેતું વિદ્યાર્થીઓ વાલીઓને મતાધિકાર પ્રત્યે જાગૃત કરીને ૧૦૦ ટકા મતદાન કરવાના સંકલ્પ લેવડાવે તે છે.