મતગણતરીના પ્રારંભે પોસ્ટલ બેલેટોનો પટારો ખુલ્યો

જિલ્લામાં ૬ બેઠકો પર પ૩૧૦ પોસ્ટલ બેલેટ, ૩ર૧ સર્વિસ વોટર તેમજ ૪ હજાર પોલિંગ સ્ટાફના વોટ પડ્યા હતા

ભુજ : કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકોની ૯મીએ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદથી હાર- જીતના પરિણામો અંગે જિલ્લામાં તરેહ તરેહ વાતો ફેલાવા પામી હતી. ત્યારે અંતે આજે મતગણતરીનો દિવસ આવી પહોંચતા ભુજ એન્જિનીયરીંગ કોલેજ ખાતે ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કચ્છની છ બેઠકોના મતોની ગણતરીનો પ્રારંભ કરાયો હતો.
જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે મત ગણતરીના શ્રી ગણેશ કરાયા હતા.
જિલ્લામાં પ૩૧૦ પોસ્ટલ બેલેટ, ૩ર૧ સર્વિસ વોટર તેમજ ૪૦૦૦ પોલિંગ સ્ટાફના વોટો પડ્યા હતા.