મણિપુર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યું

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,આજે વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫ઃ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૫ માપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર આ ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય છે કે આ પહેલા ૧૮ જૂનનાં રોજ મણિપુરમાં ૧ઃ૦૬ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, જ્યારે સોમવારે દિલ્હી-એનસીઆરનાં ઘણા વિસ્તારોમાં ભૂકંપનાં કારણે ધરતી ધ્રુજી હતી, જેની તીવ્રતા ૩.૭ નોંધાઇ હતી.
આપને જણાવી દઇએ કે, દેશ અને દુનિયામાં કોરોનાનાં કેસની સાથે ભૂકંપનાં ઝાંટકામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજે મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સોમવારે જ મણિપુરનાં થોઉબલમાં ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનાં પ્રભાવ અને જોખમોને ધ્યાનમાં રાખીને, સમગ્ર દેશ વિવિધ સેસ્મિક ઝોનમાં વહેંચાયો છે. રાજધાની દિલ્હીનાં સેસ્મિક ઝોન ૪ માં સ્થિત છે. ભૂકંપનાં આંચકા અહીં સમયે સમયે આવતા રહે છે.