મટકીફોડ કાર્યક્રમ મામલે ગાયિકા દર્શના વ્યાસ સામે ફરિયાદ

(જી.એન.એસ), મહેસાણા,કોરોના ગાઈડલાઈન અને જાહેરનામાનો ભંગ થતો હોવાથી દર્શના વ્યાસ સહિત ૬ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં દર્શના વ્યાસ રહે.મહેસાણા, પટેલ રોહિત મૂળ ગોરાદ, રહે.મહેસાણા, પટેલ જીજ્ઞેશ રહે.મહેસાણા, નાયી કમલેશ રહે.મહેસાણા, દરજી અલ્પેશ રહે.મહેસાણા અને દંતાણી અરવિંદ સામે ગુનો નોંધી દર્શના વ્યાસ અને કમલેશ નાયીના નિવેદન લેવાયા હોવાનુ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ.મહેસાણાના ગોરાદ ગામમાં સોમવારે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.જાણીતી ગાયિકા દર્શના વ્યાસના તાલે લોકો ઝુમ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. દર્શના વ્યાસે આ વિડીયો ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરતાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળ્યો હતો. મટકી ફોડ કાર્યક્રમનુ આયોજન કરીને લોકોની ભીડ એકઠી કરવા બદલ તાલુકા પોલીસે જાણીતી ગાયિકા દર્શના વ્યાસ અને ૫ આયોજકો સામે જાહેરનામા ભંગ અને એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.