મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમાં કોરોના વિસ્ફોટઃ કુલ છ લોકો પોઝિટિવ

(જી.એન.એસ.)ગાંધીનગર,ગાંધીનગરમાં તાજેતરમાં વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. ત્યારે આજે તેમની ચેમ્બરમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. કૌશિક પટેલના પીએસ પી.એસ.હારેજા, એપીએસ એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને એક સેવક છગનભાઈ કોરોના પોઝિટીવ આવ્યાં છે. સચિવાલય અને વિધાનસભામા કુલ મળીને અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ ૧૮૦માંથી ૧૨ ધારાસભ્યો માત્ર ૩૦ દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે.તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે ૯ ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી.