મંગવાણામાં પરીણીતા ઉપર બળાત્કાર

પરીણીતાની એકલતાનો લાભ લઈ અવાર નવાર દુષ્કર્મ આચરતા શખ્સને ઠપકો આપતા પરીણીતાના સસરાને આપઘાત કરવા મજબુર કરતા વૃદ્ધે આત્મહત્યા કરી લીધી હતી : ગામના ચાર શખ્સો સામે નોંધાઈ ફોજદારી

 

નખત્રાણા : તાલુકાના મંગવાણા ગામે રહેતી પરીણીતા ઉપર અવાર નવાર દુષ્કર્મ આચરતા શખ્સને ઠપકો આપતા પરીણીતાના સસરાને મરવા માટે મજબુર કરતા શખ્સો સામે ફોજદારી નોધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મંગવાણા ગામે રહેતી ત્રીસ વર્ષીય પરીણીતાએ નોંધાવેલ ફરીયાદ મુજબ છેલ્લા સાતેક માસથી ગત તા.રર/૧૧/૧૭ના બપોરના બે વાગ્યા દરમ્યાન મંગવાણા ગામે રહેતા મીથુન મનજી ગરવા તેણીની એકલતાનો લાભ લઈ તેણીના રહેણાક મકાનમાં અવાર નવાર પ્રવેશ કરી તેણી સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજરાતો હોઈ તે બાબતે તેણીના સસરા તેજાભાઈ કેસાભાઈ ચારણ ઉ.વ.૬૦એ મિથુનને ઠપકો આપતા તે અંગેનુ મનદુઃખ રાખી મીથુન મનજી ગરવા, મનજી હીરજી ગરવા, ભરત મનજી ગરવા તથા વિવેક ચુનીલાલ ચારણ રહે. તમામ મંગવાણા તા. નખત્રાણા એ પરીણીતાના સસરા તથા તેમના પરીવારજનોને મારી નાખવાની ધાકધમકી આપી મરવા માટે મજબુર કરતા તેણીના સસરા તેજાભાઈ ચારણ ઉ.વ.૬૦એ આરોપીઓના ત્રાસથી કંટાળી તા.રર/૧૧/૧૭ના મંગવાણા ગામે સીમમાં આવેલ ખેરના ઝાડ સાથે સાલ વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે અંગે તપાસ દરમ્યાન તેણીએ પોતાના ઉપર વીતેલ આપવીતી વર્ણવતા ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૭૬ એન, ૪પર, પ૦૬(ર), ૧૧૪ તથા આપઘાત કરવા દુષ્પ્રેરણ કરવાની કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પીએસઆઈ એલ. પી. બોડાણાએ ચક્રો ગતીમાન કરેલાનુ પીએસઓ દીલીપભાઈ ચાવડાએ જણાવ્યુ હતું. મંગવાણા ગામે રહેતી પરીણીતાનો પતી છેલ્લા બે વરસથી વિદેશ રહેતો હોઈ અને ગામના જ શખ્સે તેના ઉપર દુષ્કર્મ આચરી મહીલાના સસરાને આત્મહત્યા કરવા મજબુર કરવા સંદર્ભે વીધીવત ફોજદારી નોધાતા આરોપી સામે ગ્રામજનોએ ફીટકાર વરસાવી રહ્યા છે.