ભૈય્યાજી મહારાજના આજે અંતિમસંસ્કાર

પાર્થિવ દેહના દર્શન માટે ગુજરાત-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં આગેવાનો-અનુયાયીઓ ઉમટયા

ઈન્દોર : મધ્યપ્રદેશ સહીત દેશભરના આધ્યાત્મીક અને રાજકીય સહિતના જાહેરજીવનમાં સોપો પાડી દેતી ઘટના બની ગઈ હતી. ઈન્દારેમાં પ્રસીદ્ધ અધ્યાત્મીક ગુરૂ ભૈય્યાજી મહારાજે જાતે ગોળી વીંધી દઈ આત્મહત્યા કરી લીધી હતી. દરમ્યાન જ આજ રોજ તેઓના અંતિમ સંસ્કાર બપોરે બે કલાકે કરવામા આવ્યા છે. આ પહેલા સવારે ૧૦ઃ૦૦ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ઈન્દારેના સુર્યાદય આશ્રમમાં પાર્થીવ દેહને અંતિમ દર્શન માટે મુકવામા આવ્યો હતો અને અહી મહારાષ્ટ્ર-ગુજરાત અને મધ્યપ્રદેશ સહીત દેશભરમાથી તેઓના અનુયાયીઓ, મોટી હસ્તી, મહાનુભાવો ઉપસ્થિતી રહી અને અંતિમ દર્શન કર્યા હતા.