ભેરૈયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આજે હાર્દિક પટેલની કિશાન ક્રાંતિ સભા યોજાશે

કિસાન ક્રાંતિ સભાના આયોજનને અનુલક્ષી કરાયેલ તડામાર તૈયારીઓ

ગઢશીશા : કચ્છમાં પ્રથમવાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કચ્છ કન્વિનર જિતેન્દ્ર ધોરિયાની આગેવાની હેઠળ માંડવી તાલુકાના ભેરૈયા ગામે કિસાન ક્રાંતિ સભાનું આજરોજ તા. ૧ર-૧૧-૧૭ના સાંજે ૬ કલાકે આયોજન કરવામાં આવેલ છે. જેમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ મુખ્ય વકતા રહેશે.
કચ્છમાંં પ્રથમવાર આવી રહેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સભા સ્થળે પહોંચતા પહેલા વાંઢાય ઉમિયા માતાજી મંદિરે દર્શનનો લાભ લેશે. ભેરૈયા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કિશાન ક્રાંતિ સભાને અનુલક્ષી કચ્છ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે.