ભેંસ ભાગોળે છાશ છાગોળેઃ બસપાએ ગઠબંધન પહેલા જ શરતો મુકી

લખનઉ : બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીએ કહ્યું કે, પાર્ટી કોઇ પણ રાજ્યમાં અને કોઇ પણ ચૂંટણીમાં સન્માનજનક સીટો મળશે તો જ ચૂંટણીમાં ગઠબંધન અને સમજુતી કરશે. માયાવતી લખનઉમાં પાર્ટીનાં પ્રદેશ કાર્યાલયમાં આયોજીત પાર્ટીની અખીલ ભારતીય બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. તેણે કહ્યું કે, પાર્ટી કોઇ પણ રાજ્યમાં અને કોઇ પણ ચૂંટણીમાં કોઇ પણ પાર્ટી સાથે માત્ર સન્માનજનક સીટો મળશે તો જ સમજુતી કરશે. નહી તો બીએસપી એકલા ચૂંટણી લડવાને વધારે યોગ્ય સમજશે.
જો કે આ મુદ્દે અમારી પાર્ટીની ઉત્તરપ્રદેશ સહિતની અન્ય ઘણા રાજ્યોમાં પણ ગઠબંધન કરીને ચૂંટણી લડવાની વાતચીત ચાલી રહી છે. જો કે તેમ છતા પણ તમે લોકોને દરેક પરિસ્થિતીની સામે લડવા માટે પોત -પોતાનાં પ્રદેશમાં પાર્ટીનાં સંગઠનને દરેક સ્તર પર તૈયાર કરવું પડશે. માયાવતીએ પોતે જ હજી આગામી ૨૦-૨૨ વર્ષ સુધી પાર્ટીનાં સક્રિય કાર્યકર રહીને પાર્ટીની કમાન સંભાળશે તેવું જણાવ્યું હતું. સાથે તેમણે ચેતવણી પણ આપી કે આ માટે જ આગામી ૨૦-૨૨ વર્ષ સુધી અન્ય કોઇ વ્યક્તિએ પણ પાર્ટીનાં વડા બનવાનું સપનું ન જોવું જોઇએ.
માયાવતીએ કહ્યું કે, હું પાર્ટી કાર્યકર્તાઓનું ધ્યાન ટુંકમાં જ આવી રહેલ લોકસભા ચૂંટણી તરફ તથા અન્ય કેટલાક પ્રદેશોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી તરફ અપાવવા માંગુ છું. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાનાં મુદ્દે ભાજપ શરમજનક પરિસ્થિતીમાં મુકાતા હવે પાર્ટી સમય કરતા પહેલા લોકસભા ચૂંટણી કરાવી શકે છે. માયાવતીએ પોતાની પાર્ટીનાં સંવિધાનમાં કેટલાક જરૂરી પરિવર્તન અંગે માહિતી આપતા કહ્યું કે, મારા સહિત જે પણ હવે રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે કોઇ પણ સગાને પાર્ટી સંગઠનમાં કોઇ પદ આપવામાં નહી આવે. અર્થા પરિવારવાદ વગર જ પાર્ટી ચલાવવાની રહેશે. તે પાર્ટીમાં નિસ્વાર્થ ભાવના સાથે કામ કરી શકે છે.