ભૂજ – ભચાઉ વાયા દુધઈ ઓવરબ્રીજ કામને તાત્કાલીક હાથ ધરવા વિભાગને સૂચના અ૫ાઈ

ગાંધીનગર : કચ્છ જિલ્લાના વિવિધ તાલુકામાં ઓવરબ્રીજ અને રસ્તાના કામોને ઝડપથી હાથ ધરવા માટે માર્ગ મકાન વિભાગને રાજ્ય નાયબ મુખ્યમંત્રી સૂચનાઓ આપી છે.
રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના સામાજીક શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના વડપણ હેઠળ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભૂજના ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોના એક પ્રતિનિધિ મંડળે રાજ્યના નાયબમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ભુજ ભચાઉ વાયા દુધઈ ઓવરબ્રીજ તેમજ ભૂજોડી ખાતેના ઓવરબ્રીજના કામો સંદર્ભે રજુઆત કરતા માર્ગ મકાન મંત્રી નીતિનભાઈ પટેલે(જીએસઆરટીસી) ગુજરાત સ્ટેટરોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને ઓવરબ્રીજના કામો ઝડપથી હાથ ધરવા માટે આદેશો આવ્યા છે.
આ ઉપરાંત ભૂજ – નખત્રાણા – ભચાઉ ફોર લેન, દેશલપર ગુંદાલાથી હાજીપીર નેશનલ હાઈવે માર્ગ મરામત યોજના અંતર્ગત આ માર્ગનું સમારકામ કરવા તેમજ આધોઈ ગામે કોઝવે ૫ર નાળુ બાંધવા સહીતના કામો અંગે રજુઆત કરવામાં આવતાં આ કામોને પણ ઝડપથી હાથધરી કામો પુર્ણ કરવા વિભાગને સૂચના આપવામાં આવી છે.