ભૂકંપની રાહત કામગીરીમાં કર્મચારીઓ સામેના કેસો પાછા ખેંચો

કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે ઉચ્ચસ્તરે કરી રજુઆત

ગાંધીનગર : કચ્છમાં ર૦૦૧માં આવેલા ભુકંપ બાદ કારમાળની રાહત કામગીરીમાં કર્મચારીઓ સાથે થયેલ કેસો પાછા ખેંચવા માટે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
કચ્છના ભુકંપ વખતે સરકારી કર્મચારીઓ અધિકારીઓએ રાત-દિવસ વિપરીત પરિસ્થિતિમાં ખુલ્લી જગ્યામાં ગરમીમાં કચેરીઓ ચલાવી સખત કામગીરી કરેલ. પરંતુ આ કામ સાથે સંકળાયેલ કચ્છ જિલ્લાના ચાર તાલુકાના કર્મચારી-અધિકારીઓ સાથે અનિયમિતતાની આશંકાથી તેઓ સામે એ.સી.બી દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ વહીવટી પ્રક્રિયા અને સંજોગોને ધ્યાને લીધા વિના આ કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ કર્મચારીઓ સામે વર્ષ – ર૦૦૩માં ફોદારી કેસો કરવામાં આવ્યા હતા. ૧૧ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયેલ છે. આ કર્મચારીઓએ રાજ્યના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સમક્ષ રજુઆત કરતાં વાસણભાઈ આહિરે રાજ્યના મુખ્યમંત્રીને આ કર્મચારીઓ પ્રત્યે સહાનુભુતી રાખવા અને તેમની સાથે થયેલ કેસો પાછા ખેંચવા માટે રજુઆત કરી છે.