ભુમીદળને સરંક્ષણ મંત્રાલયે આપ્યો આંચકો

નવી દિલ્હી :  સેનાને આધુનિક બનાવવાના પ્રયાસોને એક મોટો આંચકો લાગ્યો છે. સંરક્ષણ મંત્રાલયે ભુમીદળના જવાનો માટે ૪૪૦૦૦ લાઇટ મશીનગન ખરીદવાના સોદાને રદ્દ કરી દીધો છે. બે વર્ષ દરમિયાન આ ત્રીજો પ્રસંગ છે કે જયારે સેનાને આધુનિક બનાવવા માટે થતા સશસ્ત્રોના સોદા ઉપર રોક લગાવવામાં આવી છે. આ પહેલા સેના માટે નવી એસોલ્ટ રાઇફલો અને નજીકની લડાઇમાં કામ આવતી કાર્બાઇન ખરીદવાના સોદાને પણ અટકાવી દેવામાં આવ્યો હતો.સુત્રોના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ મંત્રાલય ૭.૬ર એમ.એમ. કેલીબર એમએમજીના ટેન્ડર કે
આરપીએફ એટલે કે રીકવેસ્ટ ફોર
પ્રપોઝલને પરત લઇ લીધેલ છે. આની પાછળ સીંગલ વેન્ડર પરિસ્થિતિને જવાબદાર ગણવામાં આવી છે. ડિસેમ્બર-ર૦૧પથી ફેબ્રુઆરી ર૦૧૭ વચ્ચે એકલા ઇઝરાઇલ વેપન ઇન્ડસ્ટ્રીઝના આ સોદામાં સામેલ થવાના કારણે સીંગલ વેન્ડર પરિસ્થિતિ ઉભી થઇ છે.લાઇટ મશીનગન ખરીદવાનો આ પ્રોજેકટ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનો હતો. આ પ્રક્રિયા હેઠળ વિદેશી આયુધ્ધ કંપની પાસેથી લગભગ ૪૪૦૦ લાઇટ મશીનગન ખરીદવાની હતી. જે પછી હથિયારના સ્વદેશી ઉત્પાદન માટે આયુધ્ધ કંપની સાથે ટેકનીક ટ્રાન્સફર કરવાનો કરાર થવાનો હતો. સંરક્ષણ મંત્રાલયે ગયા વર્ષે ૪૪૬૧૮ કલોઝ કવાટર બેટલ કાર્બાઇનનુંટેન્ડર પણ રદ કર્યુ હતુ. સુત્રોનુ કહેવુ છે કે રદ થયેલા આ સોદાથી સેનાને આંચકો લાગ્યો છે. સેના ઘણા વખતથી જર્જરીત હથિયારોને હટાવીને આધુનિક હથિયારોની માંગણી કરી રહી છે. આ સિવાય બુલેટપ્રુફ જેકેટની પણ અછત છે. જો સોદાની પ્રક્રિયા લાંબી ચાલશે તો શસ્ત્ર મેળવવામાં વર્ષો લાગી જશે.