ભુજ હમીરસર તળાવમાંથી ગેરકાયદે માછીમારી કરતો શખ્સ પકડાયો

ગૌરક્ષા કમાન્ડો ફોર્સ અને રામ મંદિરના કાર્યકરોની મહેનત લાવી રંગ : એક માછીમાર ભાગી છૂટવામાં સફળ

 

ભુજ : શહેરના હૃદયસભા હમીરસર તળાવમાં ગેરકાયદે માછીમારીની પ્રવૃતિએ વેગ પકડ્યું છે. ત્યારે આજે વહેલી સવારે માછીમારી કરતા એક શખ્સને જાગૃત લોકોએ ઝડપી પાડ્યો હતો. ગૌરક્ષા કમાન્ડો ફોર્સ અને રામ મંદિરના કાર્યકર્તાઓએ રાત્રી દરમ્યાન રેકી કરી વહેલી સવારે સંજય ચમન ડાભી (રહે માધાપર)ને માછલી, ઝાળી સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિ ભાગી છૂટ્યો હતો. મીઠા પાણીની માછલીઓની કિંમત સારી મળતી હોઈ ગેરકાયદે માછીમારીની પ્રવૃતિ ફરી ફુલીફાલી છે.
આ કામગરીમાં જયેશભાઈ, કિશોરભાઈ દેવીપુજક, ભાવેશભાઈ પરમાર, બિપીનભાઈ જોબનપુત્રા, ચમનભાઈ પટ્ટણી, ચેતનભાઈ સેવક સહિતના જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા પણ માછલી પકડવાની ઝાળી કાઢી માછલીઓને બચાવાઈ હતી.