ભુજ : તાલુકાના સુખપર હાઈવે રોડ પર પોલીસે રૂા. ૩૧,૮૭પના મુદ્દામાલ સાથે દારૂ સાથે આરોપીની અટક કરી હતી. જયારે બીજા આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. ભુજ – સુખપર હાઈવે રોડ પર બાપા સીતારામ રોટલ પાસે આરોપી રામગર સુરેશગર ગોસ્વામી પોતાના કબ્જાની ફોર-વ્હીલરથી ગેરકાયદેસર દારૂ બોટલ નંગ -પ કિ.રૂા. ૧૮૭પનો મુદ્દામાલ પોતાના કબ્જામાં વેચાણ અર્થે ઉપયોગમાં લીધેલ મોટર સાઈકલ રજી. નંબર જી.જે. ૧ર ડીએલ ૭ર૧પ કિંમત રૂા. રપ,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂા. પ હજાર એમ કુલ કિંમત રૂા. ૩૧,૮૭પના મુદ્દામાલ સાથે આરોપી ભરતસિંહ સોઢા (ઉ.વ. ર૬) (રહે સુખપર)ની અટક કરી જયારે અન્ય આરોપી રામગર ગોસ્વામીને પકડવા પોલીસે ચક્રોમાન તેજ કર્યા છે.