ભુજ સહિત આંતર રાજ્યમાં ચિંટિગ કરતી ટોળકી ઝડપાઈ

ગાંધીધામ ઃ કચ્છ સહિત આંતરરાજ્યોમાં લક્કી ડ્રોમા કિંમતી બ્રાન્ડે મોબાઈલ ઈનામમાં લાગ્યો હોવાના મેસેજ આપી ગ્રાહકો પાસેથી પૈસા મેળવી લઈ પાર્સલ મુકી અને તેમાં ૫થ્થર તેમજ કાગળના ટુકડાઓ મુકી ઠગાઈ કરતી ટોળકીને અમદાવાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીમાંથી ઝડપી પાડી આ ટોળકીના હાથે છેતરાયેલા ર૧૪ જેટલા વ્યક્તઓની ઠગાઈનો પર્દાફાશ કર્યો હતો. ભુજ તાલુકાના ચપરેડી ગામના યુવકને પણ આ ગેંગે ઠગી લીધો હોવાનો પર્દાફાશ થયેલ છે.
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા મુજબ કચ્છ-ગુજરાત સહિત દેશભરનાં સાડા છસોથી વધુ લોકોને ધૂતનાર દિલ્હીના ઠગભગતો આખરે ઝડપાઈ ગયાં છે. મહેસાણાના કડીમાં રહેતા ભાવિન ચાવડા નામના યુવકે આ અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં સીઆઈડી ક્રાઈમની એક ટીમ દિલ્હી પહોંચી હતી. સીઆઈડીએ દિલ્હીના સુલતાનપુરી વિસ્તારના સુરેશકુમાર કોલી અને રાણીબાગના ગજેન્દ્રસિંઘ નામના બે ઠગની ધરપકડ કરી છે. આ ઠગભગતો મોબાઈલ પર ફોન કરી શિકારને સસ્તામાં ફોનની આૅફર કરી લલચાવતાં હતા. બાદમાં તે પોસ્ટ મારફતે પાર્સલ મોકલતાં. ભોગ બનનારાં લોકો સાડા ૩ હજાર રૂપિયા ચૂકવીને પાર્સલ ખોલે ત્યારે તેમાંથી મોબાઈલ ફોનના બદલે દેવી-દેવતાઓની કચકડાની પ્રતિમા નીકળતી. આ ગેંગ ગુજરાતમાં કચ્છ ભુજ, કંડલા સહિત મહેસાણા, ભાવનગર, આણંદ, વડોદરાના સંખ્યાબંધ લોકો સાથે ચીટીંગ કર્યું હોવાનું કબૂલ્યું છે. ગુજરાત ઉપરાંત તેમણે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, અરૂણાચલ પ્રદેશ, વેસ્ટબેંગાલ, ઓડિશા સહિતના રાજ્યોમાં પણ સાડા છસ્સોથી વધુ લોકોની ઠગાઈ કરી ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ એકત્ર કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત ત્રીજી આૅગસ્ટે ભુજના ચપરેડી ગામના નીલેશ આહીર નામના યુવક સાથે આ ગેંગે ઠગાઈ કરી હોવાનો બનાવ પ્રકાશમાં આ