ભુજ શહેર તથા તાલુકાના ૨૮ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવપાર્ક-૧ માં આવેલ ઘર નં.બી/૦૧ થી બી/૧૨ સુધી કુલ-૧૨ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં હનુમાન મંદિરની બાજુમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં કેમ્પ એરિયામાં પોલીસ ચોકીની બાજુમાં આવેલ ઘર નં.૧ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં શ્યામજી કૃષ્ણ વર્મા હાઉસીંગ બોર્ડમાં બી-૧ માં આવેલ ઘર નં.૧૦૧ થી ૧૦૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં વાલદાસનગરમાં શિવમ કોટેજીસમાં આવેલ ઘર નં.૧૧/એ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં બેંકર્સ કોલોનીમાં કલ્પના એપાર્ટમેન્ટમાં આવેલ ઘર નં.૨૦૧ થી ૨૦૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં યોગીરાજ પાર્કમાં આવેલ ઘર નં.૪૨/બી તથા બાજુમાં આવેલ ઘર નં.૪૧ કુલ-૨ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં ન્યુ સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૪૯ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં શિવકૃપાનગરમાં આવેલ ઘર નં.૮ થી ૧૦ સુધી કુલ-૩ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર માધવ રેસીડેન્સીમાં આવેલ ઘર નં.૧૫ થી ૧૮ સુધી કુલ-૪ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં ઓધવ રેસીડેન્સી-૨ માં આવેલ ઘર નં.૧૦/૧૧ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં મુન્દ્રા રોડ પર સ્વામીનારાયણનગરમાં આવેલ ઘર નં.૪ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં દેવ એવેન્યુમાં આવેલ ઘર નં.૭૫/૭૬ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં પ્રમુખસ્વામીનગરમાં આનંદ મંગલમાં આવેલ ઘર નં.૧૧ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં હરિપર રોડ પર સરદારપટેલ નગરમાં સેકટર-૪ માં આવેલ ઘર નં.૨૨ કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ તાલુકાના ધાણેટીગામે છાંગા વાસમાં આવેલ ઘર નં.૧ તથા ૨ કુલ-૨ ઘરોને તા.૧૮/૪ સુધી,

ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે વિશાલનગરમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામે પટેલ સમાજવાડીની બાજુમાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ તાલુકાના મિરઝાપર ગામે સિધ્ધિસિધ્ધિનગરમાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં ઘનશ્યામનગરમાં કામનાથવાડીમાં આવેલ ઘર નં.૧૧/એ તથા ૧૧/બી કુલ-૨ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં વિજયનગરમાં યસ બેંકમાં આવેલ ઘર નં.૨૮/બી કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ શહેરમાં લોટસ કોલોનીમાં શેરી નં.૩માં આવેલ ઘર નં.૭૪/બી કુલ-૧ ઘરને તા.૧૮/૪ સુધી, ભુજ તાલુકાના માધાપર નવાવાસ ગામે કચ્છમિત્ર કોલોનીમાં આવેલ ઘર નં.૧ થી ૫ કુલ-૫ ઘરોને તા.૧૮/૪ સુધી, ભુજ તાલુકાના લાખોંદ ગામે આહિરવાસમાં આવેલ ઘર નં.૧ થી ૬ સુધી કુલ-૬ ઘરોને તા.૧૯/૪ સુધી, ભુજ તાલુકાના કનૈયાબે ગામે શેખ ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૨ કુલ-૨ ઘરોને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં ડાંડા બજારમાં રાજગોર ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૩ સુધી કુલ-૩ ઘરોને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં સોનીવાડમાં પબુરાઇ ફળિયામાં આવેલ ઘર નં.૧ થી ૨ કુલ-૨ ઘરોને તા.૧૯/૪ સુધી, ભુજ શહેરમાં એરપોર્ટ રોડ પર શિવઆરાધનામાં આવેલ ઘર નં.૧ થી ૪ સુધી કુલ-૪ ઘરોને તા.૧૯/૪ સુધી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.