ભુજ શહેરમાં ફટાકડા વેચાણ માટે હંગામી પરવાના મેળવી લેવા

આગામી દિવાળીના પર્વ દરમ્‍યાન ભુજ શહેરમાં અને શહેરની બહાર સરકારશ્રી દ્વારા નકકી કરવામાં આવતા ખુલ્લા મેદાનમાં એકસપ્લોઝીવ રૂલ્સ ૨૦૦૮ની જોગવાઇ મુજબ ફટાકડા વેચાણ માટે હંગામી પરવાના આપવાના રહે છે. આ માટે જેઓ હંગામી પરવાના મેળવવા ઈચ્છતા હોય તેઓએ મામલતદાર કચેરી, ભુજ (શહેર), તાલુકા સેવાસદન, મુન્દ્રા રોડ, મુ.ભુજ ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમૂનાનું સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની ધોરણસરની અરજી મામલતદાર કચેરી, ભુજ (શહેર) ખાતે તા.૨૧/૧૦/૨૦૨૧ સુધીમાં કચેરી સમય દરમ્યાન (મોડામાં મોડી તા.૨૧/૧૦/૨૦૨૧ના ક.૧૮.૧૦) જમા કરાવવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની નોંધ લેવા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, ભુજ (શહેર)-કચ્છ દ્વારા જણાવાયું છે.