ભુજ શહેરની હિજરતી મિલકતના લે-આઉટ પ્લાનની ટ્ઠમંજૂરી રદ કરતી ભાડા

ભુજ : કચ્છ જિલ્લામાં પાછલા લાંબા સમયથી હિજરતી મિલકતોના વેચાણનું કૌભાંડ ચાલી રહ્યું છે. ભુમાફિયાઓ અને સરકારી બાબુઓની સાંઠગાંઠથી સમગ્ર ઘટનાક્રમને અંજામ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભુજ શહેરની હિજરતી મિલકતના લે-આઉટ પ્લાન અંગેની મંજૂરી ભાડાએ રદ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરતા અનેકોમાં ફફડાટ ફેલાયો છે.
આ કેશની ટુંકમાં હકીકત એવી છે કે ભુજ શહેરમાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ રે.સ.નં. પ૧ર પૈકી ૧ની જમીન આવેલ જે જૂની નોંધથી રેવન્યુ રેકર્ડ મુજબ હિજરતી મિલકત રહેલ એટલે કે તેના મુળ માલિકો પૈકી અમુક માલિકો પાકિસ્તાન મધ્યે સને ૧૯૪૭ પહેલા રહેવા અર્થે ચાલ્યા ગયેલા જે પૈકી અમુક વારસદારો નામે હાજરા ઈશાક ચારિયા વગેરેના વડીલો મુંબઈ મધ્યે વસવાટ કરતા હતા તેઓને જાણવા મળેલ કે તેમના વડીલોની મિલકત ભુજ શહેર મધ્યે આવેલ હોવાની જાણ થતા સદરહુ મિલકત અંગે નાયબ કલેકટર પાસેથી વિસનજી કેસવજી રાજગોરના વારસોએ ગેરકાયદેસર રીતે હુકમો મેળવી જમીનનું વેચાણ કરેલ અને હાલના ખરીદનાર ચત્રભુજ વિસનજી ભાટીયા વિગેરેએ જમીન બિનખેતીમાં ફેરવવાની પહેરવીમાં છે અને કરોડો રૂપિયા કમાવવાના આશય રાખી જમીન સગેવગે કરવાની પહેરવીમાં છે જે બાબતની જાણ તેમને થતા તેઓએ ભુજના એડવોકેટ અનીશ એ. સુમરાનો સંપર્ક કરતા તેમના દ્વારા કલેકટરશ્રી સમક્ષ ચાલતા કેસે વાંધાઓ લીધેલ તેમજ ઉપરોકત જમીનના હાલના ગેરકાયદેસર રીતે ખરીદનાર માલિક ચત્રભુજ વિસનજી ભાટીયા વિગેરેએ રહેણાક હેતુથી બિનખેતી લે-આઉટ પ્લાન અંગેની તા. ર૪-૮-૧૭ વાળી સમક્ષ તા. ૧૩-૧૧-૧૭ના રોજે પણ વાંધાઓ રજૂ કરેલ જે સંબંધે ભાડાના કારોબારી અધિકારી દ્વારા વિવિધ મુદતો મુકરર કરવામાં આવેલ જેની આખરી મુદત તા. પ-૪-૧૮ના રોજે રાખવામાં આવેલ. જેમાં એડવોકેટ અનીશભાઈ દ્વારા પોતાના અસીલોની વડીલો પાર્જિત મિલકત સંબંધે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળના મુખ્ય અધિકારીને વાકેફ કરેલ અને મિલકતનું હાલે મિલકતનું સ્ટેટસ હિજરતી તરીકેનું હોવાના આધારો રજૂ કરેલ તથા હાલના ખરીદનાર માલિક ચત્રભુજ વિસનજી ભાટીયા વિગેરેને રહેણાક હેતુ બિનખેતી લે – આઉટ પ્લાન અંગે કોઈ સતા પાવર નથી તેવી અનીશભાઈ સુમરાની ધારદાર રજૂઆત દલીલોને ગ્રાહ્ય રાખી મિલકત અંગે અરજદારની રહેણાંક હેતુ બિનખેતી લે – આઉટ પ્લાન અંગેની પરવાનગી રદ કરતો હુકમ ફરમાવામાં આવેલ. ભાડાના આવા હુકમથી ભુુ-માફિયાઓમાં રીતસરનો સોપો પડી ગયો હતો તેેવું શ્રી સુમરાની યાદીમાં જણાવાયું હતું.