ભુજ વોર્ડ નં. ર પેટા ચૂંટણીમાં ૧૦૪ર૯ મતદારો કરશે મતદાન

ભુજ : ભુજ નગરપાલિકા વોર્ડ નંબર રની આગામી ૧૦મીએ પેટા ચૂંટણી યોજાવાની છે. જેને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભુજ વોર્ડ નંબર રની પેટા ચૂંટણીમાં પપ૪૧ પુરૂષ તેમજ ૪૮૮૮ મળી ૧૦૪ર૯ મતદારો મતદાન કરશે. આટે કુલ ૧૧ મતદાન મથકોમાં મતદાનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ માટે ૧૩ ઈવીએમ મશીનો ફાળવાયા છે. તો ચૂંટણી કામગીરીને અનુલક્ષીને ૬૧ કર્મચારીઓને જવાબદારી સોપાઈ છે. તો સુરક્ષા વ્યવસ્થા માટે રપ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. ૧રમીએ ભુજ મામલતદાર કચેરી ખાતે મત ગણતરી હાથ ધરાશે.