ભુજ વિસ્તાર વિકાસ સતામંડળની ઓફીસ બિલ્ડીંગનું કલેકટરશ્રીના હસ્તે ખાતમૂહૂર્ત કરાયું

ભુજ વિસ્‍તાર વિકાસ સત્તામંડળની ઓફીસ બિલ્‍ડીંગનું ખાતમુર્હત તા.૩૦/૦૩/ર૦ર૧ના રોજ સત્તામંડળના ચેરમેન અને કલેકટરશ્રી-કચ્‍છ શ્રી પ્રવિણા ડી.કે.(આઈ.એ.એસ.)ના હસ્‍તે  કરવામાં આવેલ છે. આ ખાતમુર્હત કાર્યક્રમ શ્રી મનીષ ગુરવાની (આઈ.એ.એસ.), મુખ્‍ય કારોબારી અધિકારી, ભાડા અને આસીસ્‍ટન્‍ટ કલેકટરશ્રી-ભુજ ની વિશેષ ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું. સતામંડળની વણવેચાયેલ કોમર્શીયલ કોમ્‍પ્‍લેક્ષની દુકાનોમાં ફેરફાર કરી આ ઈમારતમાં રૂ.૧.૧૧ કરોડના ખર્ચે ભુજ વિસ્‍તાર વિકાસ સતામંડળની કચેરીનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. આ કચેરીની અંદાજીત ૧પ,૦૦૦ સ્‍કવેરફુટ ક્ષેત્રફળ ધરાવતી ઈમારતના બાંધકામમાં દિવ્‍યાંગો માટે સુવિધાઓનું આયોજન પણ રાખવામાં આવેલ છે.

ભુજ વિસ્‍તાર વિકાસ સતામંડળના મુખ્‍ય કારોબારી અધિકારી શ્રી મનીષ ગુરવાનીએ આ પ્રસંગે જણાવેલ કે, ભુજ વિસ્‍તાર વિકાસ સતાંમંડળ દ્વારા જાહેર જનતા ને વિશેષ લાભ મળી રહે તે હેતુથી રીડીંગ સેન્‍ટર માટેની ઈમારતના બાંધકામ માટેના એસ્‍ટીમેટની વહીવટી મંજુરી અપાઈ ગયેલ છે. જેની ટેન્‍ડરીંગ પ્રક્રિયા માર્ગ અને મકાન વિભાગ ઘ્‍વારા હાથ ધરાયેલ છે. જયારે વિવિધલક્ષી સ્‍પોર્ટસ સંકુલ માટેની ડીઝાઈન મંજુરીની પ્રક્રિયા હાથ ધરાયેલ છે.

આ પ્રસંગે શ્રી જે.એમ.સોલંકી, કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્‍છ, શ્રી એસ.એસ.પઠાણ, જુનિયર નગર નિયોજક, ભાડા ઉપરાંત ભુજ વિસ્‍તાર વિકાસ સતામંડળ કચેરી તથા માર્ગ અને મકાન વિભાગ (રાજય) ની કચેરીના કર્મચારી ગણ ઉપસ્‍થિત રહેલ. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોવીડ ગાઈડ લાઈન મુજબ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ચિરાગ ભટ્ટ, શ્રી દિપેશ જોશી તથા સ્‍ટાફએ સંભાળેલ હતું.