ભુજ, માંડવી અને ભચાઉના ચીફ ઓફિસરોની બદલી

ભુજ : રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 6 નગરપાલિકાઓના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમા કચ્છની 3 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. ભુજ, માંડવી અને ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરીને તેમની સામે નવા અધિકારીઓને મૂકાયા છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરાયેલી બદલીમાં ભુજના ચીફ ઓફિસર નીતિન બોડાતને બદલીને ગાંધીનગરની કલોલ નગરપારિકામાં મૂકાયા છે. જ્યારે તેમના સ્થાને ભુજ નગરપાલિકામાં કલોલના મનોજ કુમાર સોલંકીને મૂકાયા છે. તો માંડવીના સંદિપસિંહ ઝાલાને બદલીને હળવદ અને હળવદના ચીફ ઓફિસર સાગર આર. રાડીયાને માંડવી મૂકાયા છે. ભચાઉના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાને માંગરોળ અને માંગરોળના પરબત ચાવડાને ભચાઉ મૂકાયા છે. આમ કચ્છની 3 નગરપાલિકાના ત્રણેય ત્રણ ચીફ ઓફિસરોની અરસ્પરસ બદલી કરાઈ છે.