ભુજ બાન્દ્રા અને દાદર ટ્રેનને આદિપુર ખાતે સ્ટોપ અપાયું

ગાંધીધામ : મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં લઈ રેલવે તંત્ર દ્વારા ૭મી જુલાઈથી આદિપુર, સાબરમતી અને મણિનગરના રેલવે સ્ટેશનો પર સ્પેશીયલ ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારી પ્રદીપ શર્માની યાદી મુજબ આદિપુર સ્ટેશન મધ્યે ટ્રેન નંબર ૦૯૪પપ બાન્દ્રા – ભુજ સ્પેશીયલ ટ્રેનનું આગમન સવારે સાડા સાત વાગ્યે આવશે અને ૭ઃ૩ર પ્રસ્થાન કરશે. જયારે ટ્રેન નંબર ૦૯૪પ૬ ભુજ- બાન્દ્રા ટ્રેન ૮ઃપ૮ આવશે અને ૯ કલાકે ઉપડશે જયારે ટ્રેન નંબર ૦૯૧૧પ દાદર – ભુજ ટ્રેન સવારે પઃ૩૮ આગમન થશે અને પઃ૪૦ પ્રસ્થાન કરશે. અને ટ્રેન નંબર  ૦૯૧૧૬ ભુજ – દાદર સ્પેશીયલ ૧૧ઃ૧૮ આગમન થશે જયારે ૧૧ઃર૦ પ્રસ્થાન કરશે. આ સાથે સાબરમતી અને મણિનગર ખાતે પણ સ્ટોપ લેશે.