ભુજ બસ મથકે ટ્રેલર પલટ્યુંઃ ૪ દુકાનોને નુકશાની

દુકાનદારોને વળતરની કોન્ટ્રાકટરે આપી ખાતરી

 

ભુજ : શહેરના જુના એસટી મથકે અનલોડિંગ વેળાએ ટ્રેલર પલ્ટી મારી જતા ચાર દુકાનોને નુકશાની પહોંચી હતી. જોકે સદભાગ્યે કોઈ વ્યકિતને નુકશાની ન પહોંચતા હાશકારો લેવાયો હતો. આ અંગેની વિગતો મુજબ ભુજ મધ્યે આઈકોનિક બસ પોર્ટ નિર્માણ સંબંધી કામગીરી ચાલી રહી છે. નિર્માણ માટે તોડફોડ શરૂ થાય તે પહેલા જ એક અકસ્માતથી જાણે દુકાનોની તોડફોડ શરૂ થઈ હતી. આજે સવારે અનલોડીંગ વેળાએ એક ટ્રેલર પલ્ટી જતા ચાર દુકાનોને નુકશાની થઈ હતી. બનાવની જાણ થતા દુકાન માલીકો એકઠા થઈ ગયા હતા. જોકે કોન્ટ્રાકટરે વળતરની ખાતરી આપતા મામલો શાંત થયો હતો.