ભુજ-બરેલી ટ્રેન ફરી એકવાર આઠ કલાક મોડી ઉપડશે

પાલનપુર-ભુજ ઈન્ટરસીટી ટ્રેન મોડી પડતા ભીલડી સ્ટેશને હોબાળો
ભુજ : પાલનપુર- ભુજ ઈન્ટરસીટ ટ્રેન ડીસાના ભીલડી રેલ્વે મથકે મોડી પહોંચતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મળતી વિગત મુજબ, ભીલડી,- જોધપુર ટ્રેન તેના નિયત સમયે ઉપડી જતા ઈન્ડરસીટીમાં આવેલ રાજસ્થાન તરફ જનારા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. અને રાત્રીના ૧ર કલાક બાદ દિવસ બદલાઈ જવાથી ભીલડી- જોધપુર ટ્રેનની ટીકીટ પણ અમાન્ય થઈ હતી. જેથી અટવાયેલા મુસાફરોએ રેલ્વે સ્ટેશને અધિકારીઓને રજુઆત કરી પરંતુ તેમનું કોઈએ સાંભળ્યું ન હતું.

 

ભુજ : ભુજ- બરેલી ટ્રેન આજે ફરી એકવાર મોડી ઉપડવાનો ક્રમ જાડવી રાખશે. રાત્રીના ૮ઃપ૦ના ઉપડવાને બદલે આ ટ્રેન બપોરે ૧રઃ૪પ કલાકે ભુજ રેલ્વે સ્ટેશનેથી ઉપડશે. જેને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે. ઉલ્લેખનીય છે કે, ભુજ- બરેલી એક્સપ્રેસ છેલ્લા કેટલાક સમયથી તેના નર્ધારીત સમય કરતા મોડી ઉપડી રહી છે. જે બાબતે અનેક રજુઆતો છતા હજી સુધી કોઈ પરિણામ મળ્યુ નથી.