ભુજ પાલિકાનો જુની બોડીને ઝટકો : કરોડોના ઠરાવો એકઝાટકે કર્યા રદ્દ તો ગાંધીધામ નગરપાલિકામાં કેમ નહીં? સુકાનીને કોની લાજનો ધૂમટો.?

  • જાગો..ગાંધીધામવાસીઓ જાગો.., નપાણી નેતાગીરીને આપો પરચો..!

ભુજ નગરપાલિકાની પ્રથમ જ કારોબારી બેઠકમાં લેવાયા પ્રજાલક્ષી-સરકારની તિજોરીને રાહત આપતો હિમંતભર્યો નિર્ણય : ગટર-લાઈટ-રોડ રસ્તા-સફાઈ સહિતના અતીશકયોકિતભર્યા નિર્ણયોને કરી દીધા રદ : તો ગાંધીધામના બની બેઠેલા સુકાનીને કેમ નથી આવતી આવી સદબુદ્ધી? કેમ નથી કરવામાં આવતા જુની બોડીએ આડેધડ મંજુર કરેલા કામોના ટેન્ડરો રદ…!

ગાંધીધામના બની બેઠેલા સુકાનીને થયુ છે શુ?આડેધડ સારા રસ્તાઓના થઈ રહ્યા છે ખોદાણ, ખખડધજ રસ્તાઓ તરફ કોઈ જોતુ પણ નથી, કરોડોના ટેન્ડરોની આડેધડ લ્હાણી કરાઈ છે તે રકમ-પેસા સરકારની તિજોરીમાં પ્રજાના જ રહેલા છે, આવા સુકાનીને કેમ ભાન શુદ્ધા નથી પડતુ.? સારા રોડ હોય તેને તોડીને નવા બનાવે તેના ઉદઘાટનો – ફોટોસેશન કરનારા સામે હવે ગાંધીધામવાસીઓ જાગે અને આવા તત્વોનું સન્માન પ્રજા જોડાના હારથી કરે !

જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ભ્રષ્ટાચારીઓ સામે કેમ લાલઆંખ નથી કરતા અને ક્યાંય પણ ભ્રષ્ટાચારની જરા સહેજ પણ ગંઘ આવે તો સીનીયર આગેવાનોની સલાહ સુચન મેળવી પ્રજાલક્ષી નિર્ણયો સુધરાઈના સુકાનીઓ લે તે માટે પણ કેમ નથી કરતા કડક સૂચન

ગાંધીધામ : ભુજ નગરપાલિકાની પ્રથમ જ કારોબારી બેઠકમાં પ્રજાલક્ષી-સરકારની તિજોરીને રાહત આપતો હિમંતભર્યા નિર્ણય લેવાયા છે. ગટર-લાઈટ-રોડ રસ્તા-સફાઈ સહિતના અતીશકયોકિતભર્યા નિર્ણયોને નવી આવેલી બોડીએ તુરંત જ રદ કરી દીધા છે. ભુજ સુધરાઈના નવા સુકાનીઓ દ્વારા કારોબારીની બેઠકમાં સ્પષ્ટ રીતે અને નિખાલસ ભાવે સ્વીકાર કર્યો છે કે, પ્રજાહિતાર્થ સરકાર તરફથી મળતી રકમનો વધુને વધુ ઉપયોગ થઈ શકે તે હેતુથી આ તમામ જુના ટેન્ડરો રદ કરવામા આવ્યા છે.જેમાં સફાઈ સહિતનાઓનો સમાવેશ થવા પામી ગયો છે. ભુજની નગરપાલીકા દ્વારા હવે નવેસરથી સફાઈ સહિતના ટેન્ડરો બહાર પાડવામ આવનાર છે. જયારે ભુજ નગરપાલીકા જો ગત બોડીએ કરેલા અતિશયોકિતભર્યા નીર્ણયો રદ કરી શકે છે, ટેન્ડરો અને ઠરાવની ફેરવિચારણાઓ કરીને પ્રજાના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને કામ કરી શકે છે તો ગાંધીધામના બની બેઠેલા સુકાનીને કેમ નથી આવતી આવી સદબુદ્ધી? તેવા સવાલો પણ હવે વધુ વિકરાળ બનીને સંકુલમાં ઉભા થવા પામી રહ્યા છે.ગાંધીધામમાં કેમ નથી કરવામાં આવતા જુની બોડીએ આડેધડ મંજુર કરેલા કામોના ટેન્ડરો રદ…! નોધનીય છે કે, ગાંધીધામમાં પણ ગત બોડી પૈકીના બની બેઠેલાઓએ નાણાકીય વ્યવસ્થાઓ હોય કે ન હોય પરંતુ ચુંટણીને ધ્યાનમાં રાખીને અથવા તો અન્ય કોઈ સ્થાપિત હિતો સાંધી લેવાના હેતુથી અનેક ટેન્ડરો આડેધડ મંજુર કરી દીધા હતા. ગાંધીધામ સંકુલની પ્રબુદ્વપ્રજા આ બાબતે ગણગણાટ સાથે સવાલો ઉઠાવતા કહી રહી છે કે, ગાંધીધામના બની બેઠેલા સુકાનીને થયુ છે શુ?અહી પણ આડેધડ સારા રસ્તાઓના થઈ રહ્યા છે ખોદાણ, ખખડધજ રસ્તાઓ તરફ કોઈ જોતુ પણ નથી, કરોડોના ટેન્ડરોની આડેધડ લ્હાણી કરાઈ છે તે રકમ-પેસા સરકારની તિજોરીમાં પ્રજાના જ રહેલા છે, આવા સુકાનીને કેમ ભાન શુદ્ધા નથી પડતુ.? હવે ગાંધીધામવાસીઓ જાગે અને માત્ર અને માત્ર સારા રસ્તાઓના કામના ઉદઘાટનોમાં દોડી જાય છે તેવા ફોટોસેશનમાં જ રચ્યાપચ્યચ રહેનારા તત્વોને પ્રજા ખુદ જોડાનો હાર પહેરાવી અને તેઓને તેમનુ સ્થાન દેખાડે તે સમય ગાંધીધામમાં હવે દુર રહ્યો હોય તેમ લાગતુ નથી.જાણકારો દ્વારા તો એટલે સુધી કહેવાય છે કે, ગાંધીધામના એક યા બીજા કારણોસર તદન નિંદ્રામાં જ ઘોરી રહેલા અને બગાસુ ખાત્તુ પત્તાસુ પામી ગયેલા સુકાનીઓના ેજિલ્લા ભાજપના પ્રમુખશ્રી કાન આળે તે જરૂરી બની ગયુ છે. માની લઈએ કે અહી નવા આવેલા સુકાનીને બગાસા ખાત્તુ પત્તાસુ જ આવી ગયુ છે અને તેઓને કામ, પ્રજાહિતના વહીવટની કોઈ ગતાગમ જ નથી, પરંતુ અહી એવી પણ ટકોર થાય છે કે, ખુદને કદાચ કામ કરવાની ગતાગમ ન હોય તો ભુજ સુધરાઈ જે નિર્ણયો લે છે તેમાથી તો ગાંધીધામના બની બેઠેલા સુકાનીએ શબક લેવો જોઈએ કે નહી?નોધનીય છે કે, ભુજ સુધરાઈની નવી બોડી દ્વારા જે અંદાજિત ૧પ કરોડના જુની બોડીના કામોના ઠરાવો રદ કરી દેવાયા છે તેમાં રોડ-લાઈટ-બાંધકામ-પાણીની લાઈનો-ગટરના કામોનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. એટલુ જ નહી પણ ભુજમાં નવી આવેલી બોડીએ જે ઠરાવો રદ કર્યા છે તો એ રકમનો નવા કયા કયા કામોમાં ઉપયોગ કરવામા આવનાર છે તેનો પણ નિર્ણય લઈ લીધો છે. નોધનીય છે કે, આ પહેલા પણ ભુજ પાલિકાના નવનિયુકત પ્રમુખશ્રી ખુદ શહેરમાં ચાલતા અલગ અલગ કામોની જાત મુલાકાત લઈ અને જરૂરી સુપરવિઝન તથા મોનીટરીંગ કરતા પણ જોવાઈ ચૂકયા છે અને જયા જયા કામોમાં કચાશ દેખાઈ છે તેમાં જવાબદારોને સ્થળ પર જ બોલાવી અને પ્રજાહિતને ધ્યાને રાખીને જરૂરી સુચનો કર્યા છે. જયારે કે ગાંધીધામ સુધરાઈના નવનિયુકિત સુકાની તો શહેર સંકુલમા ંકયા કયા કામો ચાલી રહ્યા છે તેની કયારે જાત મુલાકાત લીધી હોવાનો સમ ખાવા પુરતો પણ દાખલો જોવાતો નથી. આમ આ બાબતે પણ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીએ આવા બેજવાબદારોને અથવા તો પ્રજાહિતના કામો કરવાથી અજાણ રહેલાઓને જરૂરી સુચન અને કડક ટકોર કરવી જ જોઈએ.