ભુજ (દક્ષિણ), રેન્જ દ્વારા જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ -૨૦૨૧ની ઉજવણી કરાઇ

વન્ય પ્રાણી સપ્તાહ -૨૦૨૧ ની જીલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે ભુજ (દક્ષિણ) રેન્જ, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજ દ્વારા તા. ૦૫-૧૦-૨૦૨૧ ના રોજ માતૃછાયા કન્યા વિદ્યાલય – ભુજની શાળામાં યોજવામાં આવેલ હતી, જેમાં વન વિભાગના શ્રી એચ.જે. ઠક્કર, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ વન વિભાગ, ભુજના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા,  માતૃછાયા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીશ્રી મધુભાઈ સંઘવી, માધ્યમિક વિભાગના શ્રીમતી સુહાસબેન તન્ના તથા ભુજ (દક્ષિણ) રેન્જના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. તેમજ વન્યજીવ સંરક્ષણ વિષય ઉપર વિદ્યાર્થીનીઓના પોતાના વિચારથી વન તથા વન્યપ્રાણીઓ વિષેના ચિત્રની સ્પર્ધા યોજવામાં આવેલ હતી. જેમાં માતૃછાયા કન્યા વિદ્યાલય – ભુજની ૫૦- બાલિકાઓએ ભાગ લીધેલ હતો. સદર ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાને નંદીની પ્રજ્ઞેશભાઈ પંડયા રહ્યા હતા તથા ૧ થી ૩ નંબર આવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કે.બી. ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ભુજ (દક્ષિણ) રેન્જ તેમજ ભુજ (દક્ષિણ) રેન્જના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી.