ભુજ ઘટક ૩ અંતર્ગત આંગણવાડીમાં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી

ભુજ તા.૧૫/૦૩/૨૦૨૧ થી શરુ થયેલા પોષણ પખવાડિયા ની ઉજવણી અંતર્ગત ભુજ ધટક-૩માં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી.ભુજ ધટક-૩ ના પોષણ પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે કેન્દ્ર કક્ષા એ વિવિધ પ્રવૃત્તિની ઉજવણી કરવામાં આવી. પ્રોગ્રામ ઓફીસર કચ્છ –ભુજ ઈરાબેન ચૌહાણ તથા બાળ વિકાસ અધિકારીશ્રી ભુજ ઘટક -૩  શ્રી નીતાબેન.સી.ઓઝા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માં આવ્યું હતું.આંગણવાડી મારફતે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી જેમ કે, શપથ વિધિ, પોષણ પંચાયત, વૃક્ષારોપણ, વાનગી બનાવવી ગૃહ મુલાકાત દ્વારા સગર્ભામાતા અને ધાત્રીમાતાને પ્રથમ ૧૦૦૦ દિવસના પોષણ વિશેની સમજ આપવી, વગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. તથા અતિકુપોષિત બાળકોની ઓળખ અને તેમની જાણવણી અંગે લાભાર્થીને જાગૃત કર્યા.આ કાર્યકર્મમાં  મુખ્ય સેવિકા ,વર્કરબેન તથા હેલ્પરબેન જોડાયા હતા તેમજ લાભાર્થીને જાગૃત કરવામાં આવ્યા. આંગણવાડીના લાભાર્થી પણ રસ દાખવીને  વિવિધ પ્રવૃત્તિમાં જોડાયા હતા.