જાે કે, દુકાનો બપોરે ૩ વાગ્યા સુધી જ રહેશે ચાલુ : આવતી કાલે વધુ છુટછાટોનું સત્તાવાર બહાર પડી શકે જાહેરનામું,

ખેડુતોના પાકને વાવાઝોડાથી થયેલ નુકસાનીના સર્વેની કામગીરી ચાલે છે : સર્વે સંપન્ન થયા બાદ લાંબી જાેઈન્ટ મીટીંગ મળશે : વેળાસર જ ઘડાશે એકશન પ્લાન : ખેડુતોને અપાશે રાહત પેકેજ

રાત્રિકફર્યુનો સમય હવે ૯થી સવારે ૬નો રહેશે : વીરૂ કેબિનેટમાં તાઉતે-ખેતી-ખેડુત-કફર્યુના મુદ્દા છવાયા

ખેડુતોને હરસંભવ કરશે મદદ કરશે સરકાર : વિજય રૂપાણી

અસરગ્રસ્તોને સહાય વિસ્તરણ શરૂ કરી દેવાઈ છે : નિતીનભાઈ પટેલ

ગાંધીનગર : આજ રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજવામા આવી હતી અને તેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે જે સંદર્ભે બેઠક બાદ વિજયભાઈ રૂપાણીએ આજ રોજ વિજયભાઈ રૂપાણીએ પ્રેસને સંબોધીને કહ્યુ હતુ કે, તાઉતે વાવાઝોડું ભયંકર હતુ. ૧૭મી મેના દિવસે ગુજરાતના તટે વાવાઝોડું ટકરાયુ હતુ. સદનશીબે કોઈ ખુંવારી થવા પામી નથી. રપ કલાક સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર થવા પામી હતી. તેઓએ કહ્યુ કે, વાવાજાેડા બાદ પીએમશ્રી તરત જ ગુજરાત આવ્યા હતા અને તેઓએ આ રાજયને ૧૦૦૦ કરોડની સહાયની જાહેરાત કરી હતી. વિજયભાઈ દ્વારા આ તબક્કે કેન્દ્ર સરકારનો આભાર માન્ય હતો. વિજયભાઈએ કહ્યુ કે, તે બાદ ર૦ દીવસથી સર્વેનુ કામ શરૂ થયુ અને આજે ર૬ તારીખે આપણે મળી રહ્યા છે એટલે છ જ દીવસમાં રીસ્ટોરેશનનુ કામ આપણે પાર પાડી દીધુ છે. ત્રણ જ દીવસમાં જ આપણે બધા રસ્તાઓ ચોખ્ખા કરી દીધા હતા.સૌથી વધુ નુકસાન વીજતંત્રને થવા પામ્યુ હતુ. થાંભલાઓ પડયા, વાયરો ખેદાનમેદાન થઈ ગયા હતા. વીજળી ગુલ થવાની પણ ઠેર ઠેર સમસ્યાઓ સામે આવી હતી. છ જ દીવસમાં સરકારે વિજળી પુર્વવત કરી દીધી છે. કેશડોલ્સ આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો તેમાં અત્યાર સુધીમાં સવા બે લાખ લોકોને દસ કરોડ રૂપીયાની કેશડોલ્સ ચુકવાઈ ગઈ છે, ઘરવખરીના સાત હજાર રૂપીયા આપવાની સરકારે જાહેરાત કરી હતી તે બધાને કુટુંબ દીઠ સાત હજાર આપવાના હતા તે અત્યાર સુધીમાં પંદર હજાર કુટુંબોને અપાઈ ગયુ છે જે રવિવાર સુધીમાં પૂર્ણ કરી લેવાશે., મકાન જેઓના ખરાબ થયા હતા તેમાં ત્રણ ભાગ પાડયા હતા જેમા સંપૂર્ણ ધ્વંશત થયામાં ૯પ હજાર, ૩૩ ટકાથી ઓછુ નુકસાન હોય તો તેને રપ હજાર રૂપીયાની સહાય જે અગાઉ માત્ર છ હજાર અપાતા હતા, ઝૂપડા જેના હતા જે ધ્વંશ થયા છે તેને ૧૦ હજાર રૂપીયાની જાહેરાત કરાઈ હતી. તે સોને આપવાનુ કામ ચાલી રહ્યુ છે. ખેતીવાડીને વધુ નુકસાન થયુ છે. કારણ કે ગીર સામેનાથ, અમરેલી, જુનાગઢ અને ભાવનગરને વધુ નુકસાન થયુ છે જેમા આંબા, નારીયેળ, નારીયેળ, ચીકુના બગીચાઓ ધ્વંશ થયા છે જેનો ઝડપથી સર્વે હાથ ધરાય, જેના આધારે કોરગ્રુપમાં પેકેજ નકકી કરવામાં આવશે. એગ્રીકલ્ચર કનેકશનમાં ત્રણ ભાગ પડાયા છે, જયોતિગ્રામ વિજળી પ્રથમ તે બાદ ઈન્ડસ્ટ્રીયલને આપણે રીસ્ટોર કર્યા, એકમાત્ર મહુવામાં ડુંગળીના જે પ્લાન્ટ છે તે શરૂ કરી દેવામા આવ્યા છે અને વિજળી ત્યા તાબડતોડ શરૂ કરી દેવાઈ છે, ડુંગળી બગડી ન જાય તેની ચિંતા આપણે કરી છે, ૧રપથી વધુ વૈજ્ઞાનીકો કૃષી યુનિ.ના તેમને બાગાયતી પાકને જે નુકસાન થયુ છે તેમાં ફરી વખત કેવી રીતે ખેડુતોને સહાયતા મળે, ખેડુતો કેમ જડપથી બેઠા થાય તે માટે કામ ચાલી રહ્યુ છે, બે દીવસમાં લાંબી જાેઈન્ટ બેઠક થશે જેના આધારે રાજય સરકાર એકશન પ્લાન બનાવી અને આવનારા દીવસોમાં આ બધુ ઝડપથી ઉભુ થાય તેની પણ રાજય સરકાર ચિંતા કરી રહી છે. લગભગ ગીરના જંગલ અને આ વિસ્તારના અનેક ઝાડો પડી ગયા છે એટલેી આજે કેબીનેટમાં નિર્ણય કરાયો છે કે જે ઝાડ પડી ગયા છે ત્યાં ફરીથી ઝાડ ઉગાડવુ, તે ઝડપથી ઉગી જાય, તેનો એકશન પ્લાન ઘડવામા આવી રહ્યુ છે. જયાં ઝાડ પડયુ છે ત્યાં ફરીથી વૃક્ષના મંત્રથી મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ તબક્કે વિજયભાઈએ કોરેાનામાં પણ સરકારે કરેલી વ્યાપક કામગીરીની પણ માહીતીઓ આપી હતી. આજે રાજયમાં કોરોના નિયંત્રીત થઈ રહ્યો છે, કેસો ઘટી રહ્યા છે ત્યારે આવતીકાલથી જાહેરનામામાં કફર્યુ આઠ વાગ્યા સુધી હતો તે નવ વાગ્યા સુધી લાગુ થશે એ પણ આજે નિર્ણય કરાયો છે. તો વળી આ પ્રેસના અંતમાં રાજયના ઉપપ્રમુખ પ્રધાન નીતીનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેરમાથી ગુજરાત ધીરે ધીરે હવે બહાર આવી રહ્યુ છે. સરકારે અસરકારક પગલા લીધા અને આયોજન કર્યુ હેાવાથી મહામારીમાથી આપણે બહાર આવી શકયા છીએ.  તાઉતે વાવાજાેડાની સામેની પણ તૈયારીઓથી જાનની નુકશાની ટાળી શકાઈ છે ઉપરાંત નીતીનભાઈએ કહ્યુ કે વાવાઝોડાથી નુકસાનગ્રસ્તો-અસરગ્રસ્તોને સરકાર વળતર અને મદદ સતત આપી જ રહી છે.