ભુજ ખાતે કોરોના સંક્રમણમાં હાલની વ્યવસ્થા અને ફોલોઅપની સમીક્ષા બેઠક યોજાઇ

હકારાત્મક અને પરીણામલક્ષી કામગીરીથી કોરોનાને જાકારો અપાશે – રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસ કોવીડ-૧૯ની પ્રવર્તમાન સ્થિતિ અને પૂર્વ આયોજનની સમીક્ષા બેઠક રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતા હેઠળ અદાણી મેડિકલ કોલેજ, ભુજ ખાતે યોજાઇ હતી.
કોવીડ-૧૯ની તમામ કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રીઓ, નોડલ ઓફિસરો સાથે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. સાથે મળી રાજયમંત્રીશ્રી આહિરે જિલ્લામાં કોરોના સંક્રમણના દર્દીઓ માટેની વ્યવસ્થાઓ, હોસ્પિટલના સંશાધનો, રેમડેસીવીર ઈન્જેકશન, કોવીડ કીટ, બેડ, વેન્ટીલેટર, ઓકિસજન, કોવીડ કન્ટ્રોલરૂમ, બાઇપેપ મશીન, સ્મશાનગૃહો, બાયો મેડિકલ ઈજનેર તેમજ સ્ટાફ, જરૂરી તાલીમબધ્ધ સ્ટાફ તેમજ જિલ્લાનાં ગામડાઓમાં કોવીડ-૧૯ બાબતે આરોગ્ય સેવા અંગે સવલતો અને વિગતે અને મુદાસર સમીક્ષા કરવામાં આવી હતી. કોવીડ એમસીઆરની નવી ગાઈડલાઇન મુજબ જિલ્લામાં કોવીડ-૧૯ માટે પૂર્વ આયોજનની વ્યવસ્થા અને તૈયારી બાબતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે વિગતે છણાવટ કરી હતી. લખપત, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, રાપર, વાગડ, પાનધ્રો સમગ્ર પશ્ચિમ કચ્છમાં સરકારની સુચિત ગાઇડલાઇન પ્રમાણે કોરોના બાબતે હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીથી કોરાનાને જાકારો અપાશે એમ સબંધિતોને ઉદભવતા પ્રશ્નો, સમસ્યાઓ અને કઠીનાઇઓની આયોજનબધ્ધ નિરાકરણ ચર્ચા કરતાં રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું. પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં સરકાર અને કોવીડ સમજુતી કરાર (MOU) થયેલી હોસ્પિલોની વિગતો મેળવી કોવીડ કેર સેન્ટરો, સમરસ હોસ્ટેલ, કરાર કરેલી કોવીડ ખાનગી હોસ્પિટલ બાબતે પણ ચર્ચા કરાઇ હતી. કોવીડ-૧૯ની સારવાર માટે આવેલ તમામને સરકારી ગાઇડલાઇન પ્રમાણે તત્કાળ સેવા પુરી પાડવા તેમજ માનવતા દાખવી દર્દીઓને સંતોષ અપાય તેવી ભાવના પણ આ તકે તમામ સંકળાયેલ કર્મયાગીઓએ કેળવવી એમ પણ કહેવાયું હતું.
કલેકટરશ્રીએ કોરાના માટે બિન અધિકૃત ખાનગી દવાના પ્રિસ્ક્રીપ્સન અને કોરોના સારવાર કરતાં તબીબો અને હોસ્પિટલો પર યોગ્ય પગલાં ભરવા આદેશ કર્યો હતો. તેમણે જિલ્લા મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલોને પણ જરૂર પડે કોવીડ-૧૯ માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ અંગે સબંધિતોને સહયોગ લેવા તેમજ જરૂર પડે આદેશ જારી કરવા જણાવ્યું હતું. રાજયમંત્રીશ્રી અને કલેકટરશ્રીએ આ તકે કોવીડ દર્દી અને સગાઓ માટે ખાસ મનોવિજ્ઞાનની ટીમ તૈયાર કરવા કહયું હતું. જે રેમડેસીવીર કે કોવીડ-૧૯ સબંધે અન્ય બાબતે યોગ્ય માનસિકતા વિકસાવે. લેઉવા પટે હોસ્પિટલ ખાતે કોવીડ વોર્ડ તેમજ જિલ્લા સ્તરે લીકવીડ ઓકિસજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટરશ્રીએ આ તકે ઉપસ્થિતો અને કોવીડ કામગીરી સાથે સંકળાયેલા તમામને કમ્ફર્ટઝોનમાંથી બહાર નીકળી પરિણામલક્ષી કામગીરી બાબતે પણ નિર્દેશ કર્યો હતો. રાજયમંત્રીશ્રીએ અને કલેકટરશ્રીએ કોવીડ-૧૯ અને રેમડેસીવીર ઈન્જેકશન વ્યવસ્થા સંદર્ભે કાર્યરત કન્ટ્રોલરૂમને ૨૪ કલાકે કાર્યરત કરવા તેમજ રોટેશનવાઈઝ સ્ટાફ તૈયાર રાખવા સબંધિતોને સૂચિત કર્યા હતા. કોવીડ હોસ્પિટલ અને દર્દીઓની સુરક્ષા બાબતે પણ કલેકટરશ્રીએ જવાબદારોને તાકિદ કરી હતી. અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદીએ પણ કોવીડ-૧૯ માટે ઉપલબ્ધ જિલ્લામાં અન્ય સુવિધાથી સબંધિતોને અવગત કર્યા હતા. બેઠકમાં અગ્રણીશ્રી દિલીપભાઇ ત્રિવેદી, ભુજ પ્રાંત ઓફીસરશ્રી મનીષ ગુરવાની, ડિઝાસ્ટર મામલતદાર અને ઈન્ચાર્જ ભુજ સીટી મામલતદારશ્રી સી.આર.પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, સીવીલ સર્જન ડો.કશ્યપ બુચ, રેમડેસીવીર નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, આરએમઓ ડો.એચ.ડી.કતિરા, જી.કે.જનરલ હોસ્પિટલ સુપ્રિ. ડો.નરેન્દ્ર હિરાણી, એડમિનસ્ટીવ હેડ ડો.કૃપાલી કોઠારી, ઓપરેટીંગ ઓફિસર ડો.શાર્દુલ ચોરસીયા, બાયો મેડિકલ હેડશ્રી ભાવેશભાઇ પટેલ, મેડિકલ કોલેજ ડીન પ્રો.એ.એન.ઘોષ, ડો.તેજલ મહેતા, જિલ્લા કોરોના પ્રોજેકટ ઓફીસર તેમજ સબંધિત કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.