ભુજ એસપી કચેરીએ મુન્દ્રાના યુવાને પેટ્રોલ પીધું

ભુજ : મુન્દ્રાના બારોઈ રોડ ઉપર રહેતા યુવાને પશ્ચિમ કચ્છ એસપી કચેરીએ પેટ્રોલ પી લેતા દોડધામ મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જય કરશન કાતરીયા (આહીર) (ઉ.વ.ર૭) (રહે. બારોઈ રોડ મુન્દ્રા)ને ગઈકાલે સાંજે પશ્ચિમ કચ્છ એસપી કચેરીએ આવી પેટ્રોલના બે ઘુંટડા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મુન્દ્રાના શક્તિસિંહ રાઠોડે તેને મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેના સાગરીતોએ તેને માર માર્યો હતો. તે અંગે મુન્દ્રા પોલીસને જાણ કરી હતી છતા સમયસર પોલીસ આવી ન હતી અને ઉલટાનું તેના પર દબાણ કર્યું હતું. જેથી તેણે ન્યાય મેળવવા પેટ્રોલ પીધુ હોવાનું પોલીસે પૂછતાછમાં જણાવ્યું હતું. ભુજ શહેર એ ડિવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ જયને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.