ભુજ એલસીબીમાં છુટ્ટાહાથની લડાઈ પછવાડે ધંધાઓના હપ્તાની ભુખ-ભાગબટાઈ કારણભુત હોવાની ચકચાર..!

કડક-તટસ્થ-લોકપ્રિય એસપીશ્રી સિંગની પ્રમાણિકતાથી ખાયકી થઈ છે સદંતર ઠપ્પ.!

લોકલક્રાઈમ બ્રાન્ચ જેવી શાખામાં કર્મચારીઓ આંતરીક રીતે લડી પડે, ઉચ્ચ અધિકારીને દોડીને મામલો સંભાળવાની સ્થીતી આવી જાય, ત્યાં આમપ્રજાજનોની સુરક્ષાનું શુ? આવા તત્વો કાયદો-વ્વસ્થાની શુ રક્ષા કરશે? ગુન્હેગારતત્વો પર કેવી પડશે અસર?: જિલ્લા પોલીસ વડાની પ્રજાભિમુખતાભરી કાર્યવાહીથી વહીવટદારોની કઈકની ઉપરની આવક થઈ ગઈ છે બંધ, બેનામી આવકો રળી લેવાની આદત વાળા પલળેલા તત્વો સરી ગયા છે હતાશામાં અને ધંધા તથા ભાગબટાઈની હુંસ્સાતુસ્સીમાં હવે આવી રહ્યા છે આમને-સામને

ગાંધીધામ : પશ્ચીમ કચ્છ એસલીબીમાં તાજેતરમાં જ નાઈટ ડયુટીને લઈને ત્રણ કર્મચારીઓ વચ્ચે છુટાહાથની મારમારી થઈ હોવાની ઘટના ચર્ચાના એરણે ચડવા પામી હતી. હાથપાઈમાં એકાદને ઈજાઓ પણ થઈ હોવાનુ સામે આવી રહ્યુ છે તો વળી આ ડખ્ખો કેટલો વકર્યો હશે કે દોડીને ઈન્ચાર્જ પીએસઆઈને કચેરીમાં આવી જવાની ફરજ પડી ગઈ હતી.

બીજીતરફ આ ઘટનાને લઈને જાણકારવર્ગમાં પણ એક નવતર ચર્ચાએ જાેર પડકયુ છે જે અનુસાર કહેવાય છે કે, પશ્ચીમ કચ્છમાં વર્તમાન એસપીશ્રી સૌરભસિંગ ખુબજ કડક, તટસ્થ અને પ્રજાભિમુખ અધિકારીની છબી ધરાવી રહ્યા છે. તેઓ કાયદાની ચુસ્તતાપૂૃર્વક સારસંભાળ રાખી રહ્યા છે અને તેના લીધે જ આ વિસ્તારમાં કઈક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓની ઉપરની આવક ઠપ્પ જ થઈ જવા પામી ગઈ છે. બીજીરીતે કહીએ તો એસપીશ્રી સિંગના હેાવાથી કોઈ પણ ભ્રષ્ટ ખાખીધારી હપ્તાવસુલી ખુલીને કરી શકતો જ ન હોવાની નોબત સર્જાઈ છે. છતા પણ બેનામી રકમનો સ્વાદ ચાખી ગયેલા અને આદતી પલળેલા ખાખીધારીઓ આ બાબતે વાંદરો બધુ જ ભુલે પણ ગુલાંટ ન ભુલેના તાલે જ આ ધંધાઓના હપ્તાની રકમોની ભાગ બટાઈ કે પછી તેની ભુખ જ હાથપાઈ સહિતની ઘટનાઓને અંજામ આપવા પછવાડે કારણભુત હોવાની ચકચાર ઉઠી રહી છે. આ બાબતે સહેજ વીગતે વાત કરીએ તો જિલ્લા પેાલીસ વડાની પ્રજાભિમુખતાભરી કાર્યવાહીથી વહીવટદારોની કઈકની ઉપરની આવક થઈ ગઈ છે બંધ, બેનામી આવકો રળી લેવાની આદત વાળા પલળેલા તત્વો સરી ગયા છે હતાશામાં અને ધંધા તથા ભાગબટાઈની હુંસ્સાતુસ્સીમાં હવે  આમને-સામને આવી રહ્યા છે અને તેમાં કચેરીમાંજ છુટટા હાથની હાથપાઈ કરતા પણ વાર ન કરતા હોય તેવી સ્થિતી આ ઘટના પરથી સામે આવવા પામી રહી છે. આવામાં  પ્રબુદ્વવર્ગમાથી થતી ટીકા સાથેની ચર્ચા અનુસાર લોકલક્રાઈમ બ્રાન્ચ જેવી શાખામાં કર્મચારીઓ આંતરીક રીતે લડી પડે, ઉચ્ચ અધિકારીને દોડીને મામલો સંભાળવાની સ્થીતી આવી જાય, ત્યાં આમપ્રજાજનોની સુરક્ષાનું શુ? આવા તત્વો કાયદો-વ્યવસ્થાની શુ રક્ષા કરશે? ગુન્હેગાર તત્વો પર આવી ઘટનાની કેવી પડશે અસર? 

જાણકારો તો એમ જ સુચવી રહ્યા છે કે, પોલીસની ધાક-પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડનારા આવા તત્વોને તો સાગમટે જ કરી દેવા જાેઈએ સાફ. એલસીબીમાં બોલાવી દેવી જાેઈએ સાગમટે સફાઈ. કારણ કે,  લાગવગના જાેરે જ આવા તત્વો એલીસીબી જેવી શાખાઓમાં સ્થાન મેળવી જતા હોય છે. હકીકતમાં એલસીબીમાં મેરીટ-કામના રેકોર્ડના ધોરણે જ નિયુકિત આપવી જાેઈએ. અહી યાદ અપાવી શકાય કે, આ જ પશ્ચીમ કચ્છમાં અગાઉના એક એસપીશ્રીએ જે રીતે એલસીબી માટે રીતસરના ઈન્ટરવ્યુ ગોઠવી, કામગીરીનો રેકોર્ડ જાેઈ ચકાસીને સ્થાન આપ્યા હતા તેવી જ રીતે ભ્રષ્ટ તત્વોને દુર કરી, સનિષ્ઠ-કાયદાના રક્ષકોને જ અહી ઈન્ટરવ્યુ લઈ કામગીરીના ઈતિહાસ ચકાસી અને નિયુકિત આપવી જાેઈએ. જાે આમ થશે તો સાચા સનિષ્ઠ કાયદાના રક્ષકો તથા જેઓના નેટવર્ક પણ વ્યાપક વિશાળ હશે તેવા જ લોકો આવી મુખ્ય શાખામાં આવશે અને તેમ થાય તો ગુન્હાઓના ડીટેકશન પણ ઝડપથી જ થતા થાય.

અહી એ પણ કહી શકાય એમ છે કે પશ્ચીમ કચ્છના એસપીશ્રી સીંગ કડક અને તટસ્થ પોલીસ અધિકારી છે. તેઓ પ્રજાને માટે ગુન્હેગારોની સામે ધોક્કા પછાડતા વાર નથી કરતા તો પોલીસકર્મીઓ પ્રત્યે પણ સાચી હુંફ અને સદભાવના દર્શાવતા પણ ખચકાટ નથી અનુભવતા એવા દાખલાઓ તેમના ટુંકા કાર્યકાળ દરમ્યાન અનેકવખત સામે આવવા પામી ગયા છે. જે પોલીસકર્મીઓ કાયદાની રક્ષા કાજે સનિષ્ઠ ફરજ નિભાવે છે તેની પ્રસંસા પણ શ્રી સીંગ કરતા રહે છે તો વળી નાના સ્ટાફ-કર્મીને ઉંની આંચ ન આવે તે માટે વિશાળ હિતને ધ્યાને રાખી ખુદ પર પણ કેટલીક ઘટનાઓ ઓઢી લેતા પણ ન અટકે તેવા બાહોશ-દીલેર-હિંમંતવાન અને દયાળુ તથા ભલા એસપી પશ્ચીમ કચ્છને હાલમાં મળેલા છે. આવા અધિકારીના માર્ગદૃશન હઠળ એલસીબી જેવી બ્રાન્ચમાં કામ કરવાની મજા જ અલગ હોય છે, ખાખીધારીઓએ આ વાતને સમજવાના બદલે અમુક ભ્રષ્ટ અને બેનામી આવક ખાઈ લેવાની આદતવાળાઓ આ તક પણ ચુકી રહ્યા હોય તેમ વર્તમાન સમયે બનેલી ઘટના પરથી જાણકારો કહી રહ્યા છે.