ભુજ એન્જીનીયરીંગ કોલેજ ખાતે રખાયો લોખંડી સુરક્ષા બંદોબસ્ત

ભુજ : શહેરની એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી વખતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મતગણતરીના સ્થળે ઉમેદવારો ઉપરાંત ચુંટણી એજન્ટ, એક ઉમેદવાર દીઠ ૧૪ કાઉન્ટીંગ એજન્ટ, મતગણતરી સ્ટાફ અને ચુંટણી પંચ દ્વારા માન્ય મિડિયા કર્મીઓને જ પ્રવેશ અપાયો હતો.
ઈજનેરી કોલેજ ખાતે બે  પોલીસ વડાની જવાબદારી હેઠળ પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરાયા હતા.
ઈજનેરી કોલેજ બહાર ઉમટેલી જનમેદનીને રાઉન્ડવાઈઝ મતગણતરીના આંકડાઓ લાઉડ સ્પીકરથી જણાવવામાં આવ્યા હતા.