ભુજ આશાપુરા માતાજી મંદિરે આસો નવરાત્રીની ધામધુમથી કરાશે ઉજવણી

ર૦મીએ સાંજે  ઘટસ્થાપન : ર૧મીથી નવલા નોરતાનો પ્રારંભ

ભુજ : ભુજ આશાપુરા માતાજીના મંદિરે આસો નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરાશે. ર૦/૯ બુધવારે સાંજે પઃ૩૦ કલાકે ઘટસ્થાપન કરાશે. ર૧/૯થી નવરાત્રીનો પ્રારંભ થશે. રપ/૯ પાંચમના ચામર પુજા ટીલામેડી પ્રાગમહેલ પેલેસ સવારે ૯ કલાકે તેમજ ચામરયાત્રા સવારે ૯ઃ૩૦ કલાકે પ્રાગમહેલ પેલેસથી માતાનામઢ જવા પ્રસ્થાન કરશે. તેરા ઠાકોર મયુરધ્વજસિંહ આર. જાડેજાના હસ્તે વિધિ સંપન્ન થશે. ર૭/૯ બુધવારે રાત્રે ૯ઃ૩૦ કલાકે સાતમ હવન પ્રારંભ તેમજ રાત્રે ૧રઃ૪પ કલાકે પુર્ણાહૂતિ. આઠમ નૈવેદ પ્રસાદ પત્રી જાતર મહાપૂજા ર૮/૯ના સવારે ૮ કલાકે ટીલામેડી પ્રાગમહેલ પેલેસ ખાતે ભુજ આશાપુરા મંદિરે પત્રી જાતર મહાપૂજા સવારે ૯ કલાકે નલિયાના ઈન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે ૩૦/૯ના વિજ્યા દશમીની ઉજવણી કરાશે. તો તા.૬/૯થી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થશે. બારસ અને તેરસનું શ્રાદ્ધ તા.૧૭/૯ના તેમજ સર્વપિત્રી અમાવસ્થા-પૂનમ અમાસનું શ્રાદ્ધ તા.૧૯/૯ મંગળવારે થશે.