ભુજ અને ગાંધીધામમાં ૨૬મી જુન સુધી રાત્રિ કરફર્યુ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી લંબાવાયું

નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.  આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમથી સમગ્ર રાજયમાં મુકવામાં આવેલ નિયંત્રણો ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-A તા.૨/૬/૨૦૨૧ મુજબ રાજયના ૩૬ શહેરોમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફયુ તારીખ ૧૧/૬/૨૦૨૧ના રાત્રિના ૦૯.૦૦ કલાકથી તારીખ ૨૬/૦૬/૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુઘી લંબાવવામાં આવેલ છે

જેથી પ્રવિણા ડી.કે, કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ -૧૪૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ હેઠળ ફરમાવેલ છે કે, કચ્છ જીલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં તારીખ ૧૧/૬/૨૦૨૧ના રાત્રિના ૦૯.૦૦ કલાક થી તારીખ ૨૬/૦૬/૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુઘી રાત્રી કફર્યુ રહેશે. જેથી આ વિસ્તારના રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવું નહિ તેમજ કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે હરવુ ફરવુ નહિ. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે. બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્‍ડન્‍ટ સાથે અવરજવરની છૂટ રહેશે.  મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે. રાત્રી કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ભુજ શહેર તથા ગાંઘીઘામ શહેરમાં તા.૧૧.૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી તા. ૨૬.૦૬.૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન નીચે મુજબના નિયંત્રણો મુકવામાં આવે છે. તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ  સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૦૭:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરેન્ટસ સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૭ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે. રેસ્ટોરેન્ટસ સવારના ૯ કલાકથી રાત્રીના ૯ કલાક સુધી Take awayની  સુવિધા ચાલુ રાખી શકાશે તેમજ રાત્રિના ૧૨ કલાક સુધી અને Home deliveryની સુવિધા ચાલુ રાખી શકશે.

જીમ ૫૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચાઓ સવારના ૬ થી સાંજના ૭ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્તમ પ૦ વ્યકિતોઓની મર્યાદામાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન યોજી શકાશે. ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ખોલી શકાશે, પરંતુ એક સાથે ૫૦ થી વધુ વ્યકિતઓ એકત્રિત ન થાય તે અંગે ખાસ કાળજી લેવાની રહેશે. IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P  સાથે યોજી શકાશે. વાંચનાલયો ૫૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P  ને આધિન ચાલુ રાખી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૬૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડિયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. અઠવાડીક ગુર્જરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), શૈક્ષણિક કાર્યક્રમો, સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક  આરોગ્યલક્ષી સેવાઓ.(ચશ્માની દુકાન સહિત) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા. શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ. અનાજ તથા મસાલા દળવાની ઘંટી ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ. ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન. પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ પોસ્ટ અને કુરીયર સર્વિસ ખાનગી સિક્યુરીટી સેવા, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ કૃષિ કામગીરી,પેસ્ટક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્‍સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘ ગુજરાત એપેડેમિક રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.

સમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના અગાઉ મુકાયેલા  નિયંત્રણો ૨૬મી જુન-૨૦૨૧ સુધી અમલમાં રહેશે

નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.  આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા.૯/૬/૨૦૨૧ મુજબ તારીખ ૨/૬/૨૦૨૧ વાળા હુકમથી સમગ્ર રાજયમાં મુકવામાં આવેલ નિયંત્રણો તારીખ ૧૧/૬/૨૦૨૧ના ૦૬.૦૦ કલાક થી તારીખ ૨૬/૦૬/૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુઘીના સમગ્ર સમયગાળા સુઘી લંબાવવામાં આવેલ છે.

જેથી પ્રવિણા ડી.કે., આઈ.એ.એસ., કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા ફોજદારી કાર્યરીતી ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ ફરમાવેલ છે કે, તારીખ ૧૧/૬/૨૦૨૧ ના ૦૬.૦૦ કલાકથી તારીખ ૨૬/૦૬/૨૦૨૧ના ૦૬.૦૦ કલાક સુઘી સમગ્ર કચ્છ જીલ્લામાં નીચે મુજબના નિયંત્રણો મુકવામાં આવે છે. જીમ ૫૦ ટકા ક્ષમતા સાથે  કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચાઓ સવારના ૬ થી સાંજના ૭ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે S.O.P ને આધિન ખુલ્લા રાખી શકાશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય સામાજિક (બેસણું), ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P ને આધિન યોજી શકાશે, પરંતુ એક સાથે ૫૦ થી વધુ વ્યકિતઓ એકત્રિત ન થાય તે અંગે ખાસ કાળજી લેવાની રહેશે.

IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P  સાથે યોજી શકાશે. વાંચનાલયો ૫૦ ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P  ને આધિન ચાલુ રાખી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૬૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડિયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. અઠવાડીક ગુર્જરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), શૈક્ષણિક કાર્યક્રમો, સિનેમા થિયેટરો, ઓડીટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. અન્‍ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘી એપેડેમિક એકટ ૧૮૯૭ અન્વયે ઘ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.