ભુજોડી ફાટક પાસે કારમાં અચાનક લાગી આગ : ફાયરની ટીમે મેળવ્યો કાબૂ

ભુજ : તાલુકાના ભુજોડી ફાટક પાસે કારમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. ચાલુ કારમાં કોઈપણ કારણોસર એકાએક આગ લાગી હતી. બનાવને પગલે જાગૃત નાગરિક દ્વારા ભુજ ફાયર બ્રિગેડને ટેલિફોનિક જાણ કરાતા ફાયર ફાઈટરની ટિમ તત્કાલિ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા ન હતા. પરંતુ કારણો આગળનો ભાગ બળીને ખાખ થઈ જતા નુકસાન થયું હતું. જીજે 03 સીએ 6556 નંબરની કારમાં આગનો બનાવ બન્યો હતો. બનાવને પગલે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. થોડીવાર માટે વાહનવ્યવહાર અવરોધાયો હતો. જો કે ફાયરની ટીમે તત્કાલિક આગ પર કાબુ મેળવતા ટ્રાફિક ક્લિયર કરાવાયો હતો