ભુજમાં ૧.૬૦ લાખના દાગીનાની લૂંટ

શ્રધ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા દર્શન કરી જતા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ લૂંટના બનાવને આપ્યો અંજામ : કાયદાના રક્ષકોમાં દોડધામ

 

 

ભુજ : શહેરના હિંગલાજવાડી નજીક મંદિરે દર્શન કરી પગે જતા મહિલાને બે હિન્દીભાષી શખ્સોએ ધક્કોમારી ૧.૬૦ લાખની સોનાની બે ચેઈનની લૂંટ ચલાવી નાશી જતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મીનાબેન મંગલદાસ ઠક્કર (ઉ.વ. પપ) રહે શ્રધ્ધા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૯ની ફરિયાદને ટાંકને પોલસે વિગતો આપતા જણાવ્યું કે, લૂંટનો બનાવ સવારે ૯ઃ૪પના અરસામાં બનવા પામ્યો હતો. તેણી સંતોષીમતા અને ખોડિયારમાતાના મંદિરે દર્શન કરી પગે જતા હતા ત્યારે હિંગલાજ વાડી પાસે રોડની ગોલાઈમાં બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો હિન્દીભાષામાં કાંઈક પુછતા હતા ત્યારે તેણીએ મને ખબર નહી પડે તેવુ કહી જતા હતા ત્યારે પાછળથી બન્ને શખ્સોએ તેણીને ધક્કો મારી પાડી દઈ ગળામાં પહેરેલ રૂદ્રાક્ષની માળાવાળી સોનાની ચેઈન તથા બીજી એક સોનાની ચેઈન એમ કુલ્લ ૧.૬૦ લાખની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. અહી એ ડિવીઝન પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુન્હો નોંધી પીએસઆઈ શ્રી પટેલે તપાસ હાથ ધરી હતી. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં લૂંટનો બનાવ બનતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી.