ભુજમાં ૧૩ સાયકલ ચોરીમાં સગીર પકડાયો

ભુજ : શહેરમાં વિવિધ વિસ્તારોમાં મોંધી સાયકલો ચોરી કરતા સગીરને એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને એલસીબીએ પકડી પાડ્યો હતો. તેના પાસેથી ૧૧ ચોરાઉ સાયકલો કબ્જે કરવામાં આવી હતી. સગીરની પુછ પરછ કરી તેના પિતાને સોપી દીધો હતો. ૯પ હજારની સાયકલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરેલ છે.