ભુજમાં ૧૦૦૦ જરૂરીયાતમંદ પરીવારોને સ્વામિનારાયણ મંદીર તરફથી રાશનકીટનું વિતરણ

વહીવટી તંત્રના સંકલનથી નાના ધંધાર્થીઓને સહાય કરતા સંતો

ભુજ શહેરી વિસ્તારમાં વધારે વર્તાઈ રહેલા કોવીડ-૧૯ને ધ્યાને લઈ કોરોના સંક્રમણના અટકાવવા માટે તંત્ર દ્વારા ભુજ શહેરી વિસ્તારમાં વિવિધ પ્રવૃતિ તથા ધંધા-રોજગાર ઉપર નિયંત્રણ સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુકવામાં આવેલ છે. જેમાં લારી ગલ્લા વાળાઓનો સમાવેશ થાય છે. હાલની કોરોના મહામારીના કારણે નાના ધંધા – રોજગાર વાળા ધંધાર્થીઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા મુશ્કેલી ઉભી થયેલી છે. જે બાબતે લારી ગલ્લા એસોશીયેશન તરફથી મદદનીશ કલેક્ટર મનિષ ગુરવાની સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ  ભુજ મંદિર મદદે આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર મારફતે જરૂરીયાતમંદ પરીવારો માટે ૧૦૦૦ રાશનકીટ તૈયાર કરવામાં આવી હતી. જેનું વિતરણ વહીવટી તંત્ર મારફતે નાયબ મામલદારો,  સ્વામિનારાયણ મંદિરના સંતો, રેવન્યુ તલાટીઓ, નગરપાલિકા સ્ટાફ, સ્વંય સેવકઓ, આ વિતરણ કાર્યમાં સાથ-સહકાર આપેલ મંદિરના મહંતસ્વામી ધર્મનંદનદાસજી, સ્વામી પ્રેમપ્રકાશદાસજી, પાર્ષદ જાદવજી ભગત, ઉપ મહંતસ્વામી ભગવતજીવન દાસજી, કોઠારી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી  સ્વામીજી, સ્વામી દિવ્ય સ્વરૂપદશજી, સ્વામી ધર્મ સ્વરૂપદાસજી,  સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી મુરજીભાઈ સીયાણી, રામજીભાઈ દેવજી વેકરીયા, શશીકાંતભાઈ ઠક્કરે સહયોગ આપ્યો હતો. આવા કપરા સમયે માનવસેવાના ઉમદા હેતુથી ગરીબ પરીવારોને સહાયભુત થવા બદલ સમગ્ર વહીવટી તંત્ર તરફથી મદદનીશ કલેક્ટર કચેરી, ભુજ દ્વારા સ્વામિનારાયણ મંદિર, ભુજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવા કપરા સમયે સતકાર્યો અવિરતપણે ચાલુ રહે તે માટે અભ્યર્થના વ્યક્ત કરાઇ હતી .