ભુજમાં હોટલમાં રમાતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો

બે મહિલા સહિત છ ખેલીઓ ૪૪ હજારની રોકડ સહિત ૧.૮પ લાખના મુદ્દામાલ
સાથે ઝડપાયા : એક નાસી છુટ્યો

ભુજ : શહેરના ભીડનાકા બહાર હોટલમાં જુગાર રમાતી હોવાથી ચોક્કસ બાતમી આધારે પશ્ચિમ કચ્છ એલસીબીએ છાપો મારી બે મહિલા સહિત છ ખેલીઓને ૪૪,૩૦૦ની રોકડ સહિત ૧.૮પ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા જ્યારે રેઈડ દરમ્યાન એક શખ્સ નાસી છુટ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે.એમ. આલ તથા પીએસઆઈ એમ.બી. ઔસુરાની સુચનાથી એલસીબી સ્ટાફે બાતમી આધારે ઓધવ હોટલના રૂમ નંબર ૧૧માં છાપો માર્યો હતો. હોટલમાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમી રમાડી નાલના રૂપિયા ઉઘરાવતા હોઈ જુગાર રમતા સંજયકુમાર કનૈયાસિંગ, સંજીવકુમાર સીતારામ યાદવ, અરૂણકુમાર ભોલેનાથ વાઘમેર, હિતેશ લક્ષ્મીદાસ ઠક્કર (રહે. બધા ભુજ) તથા જ્યોતિબેન લાલજીભાઈ પીપળિયા (રહે. માધાપર), લક્ષ્મીબેન ઉર્ફે વાસંતીબેન વાલજીભાઈ સોની (રહે. ભુજ)ને રોકડા રૂપિયા ૪૪,૩૦૦ તથા ૬ મોબાઈલ અને ચા ર બાઈક મળી ૧.૮પ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે રેઈડ દરમ્યાન હિરેન ઠક્કર નામના ઈસમ નાસી જતા તમામ સામે બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ દરમ્યાન તમામને જામીન મુક્ત કરી દીધા હતા.