ભુજમાં સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિએ શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

જાફરશાપીર દરગાહ અને મોટાપીર દરગાહ પાસે કરાયું વૃક્ષારોપણ

ભુજ : સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિએ ભુજની લેકવ્યૂ પાસે આવેલી પ્રતિમાને ભુજ નગરપાલિકા અને કચ્છ ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને આ તકે કચ્છ જિલ્લા લઘુમતી મોરચા દ્વારા અને પાલિકાના સહયોગથી વોર્ડ નં.૧ની જાફરશા પીર દરગાહ અને મોટાપીર દરગાહ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઘનશ્યામભાઈએ જણાવ્યું કે, આજે સ્વામી વિવેકાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા છે. સ્વામી વિવેકાનંદજીના જીવન પર ચાલવાના પ્રયત્નો કરીએ. આપણે જીવનમાં કોઈ પણ મુશ્કેલી ન આવે, તેમના જીવન ચરિત્ર્યના પુસ્તક લોકોએ વાંચવા જોઈએ તો તેમાની પણ ઘણુ શીખવા મળશે. આ તકે ભુજના બકાલી કોલોની ખાતે આવેલી જાફરશાપીર દરગાહ અને મોટાપીર દરગાહ પાસે કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા તેમજ ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયું હતું. આ અભિયાન વિશ્વ પર્યાવરણથી શરૂ કરાયું છે. દર શનિ-રવિ વિવિધ વિસ્તારોમાં વૃક્ષો રોપવામાં આવે છે. આગામી સમયમાં મારૂ ભુજ હરિયાળુ ભુજ બની જશે તેવું તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, ભુજ શહેર ભાજપ પ્રમુખ શિતલભાઈ શાહ, બાલકૃષ્ણ મોતા, ધીરેન લાલન, નગર સેવક કમલભાઈ ગઢવી, મનુભા જાડેજા, રાજુભાઈ ભીલ, દર્શક અંતાણી, કચ્છ ભાજપ મહિલા મોરચા પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, હસ્મિતાબેન, મીનાબેન બોરીચા, ગીતાબેન રૂપારેલ, ભારતીબેન સલાટ, પૂજાબેન ઘેલાણી સહિતના હાજર રહ્યા હતા.