ભુજમાં સૌપ્રથમ બાયોગેસ અને સોલાર આધારિત ટીફિન સર્વિસ શરૂ કરાઈ

ભુજ : શહેરના વ્યવસાયી નરેશભાઇ પરમારે હોમ્સ ઇન ધ સીટિના સહયોગથી પોતાના ઘેર ગોબર ગેસ અને સોલારથી તૈયાર થતી રસોઇ સાથે ટીફિન સર્વિસ શરૂ કરી છે. એચઆઇસીના સહયોગથી ભુજ ભુતેશ્વર વિસ્તારમાં શરૂ કરાયેલ નવતર પહેલ અંગે તેઓ જણાવે છે કે, પહેલાં આપણે લાકડાં અને છાણાના બળતણ દ્વારા રસોઇ બનાવતા ત્યારે આપણું સ્વાસ્થ્ય જળવાઇ રહેતું જેથી ગોબર ગેસ અને સુર્ય ફૂકર દ્વારા બનતી રસોઇ સાથેની ટીફિન સર્વિસ ચાલુ કરી છે જે લોકોના આરોગ્ય માટે ખરેખર ઉપયોગી બની રહેશે.