ભુજમાં શાળા-કોલેજો કરાવાઈ બંધ : ૧પથી વધુ કોંગી કાર્યકરોની અટક

ભુજ : ભારત બંધના એલાનને પગલે કોંગી આગેવાનો કાર્યકરો બજારોની સાથોસાથ શાળા – કોલેજો પણ બંધ કરાવવા નિકળ્યા હતા. શહેરની કોમર્સ કોલેજ, આર.આર.લાલન કોલેજ, વી. ડી. હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ બંધ કરાવાઈ હતી. ઈન્દ્રાબાઈ હાઈસ્કૂલ બંધ કરાવવા પહોંચેલા કાર્યકરોની સાથોસાથ છઠ્ઠીબારી રીંગ રોડ પર દુકાનો બંધ કરાવી રહેલા ૧પથી વધુ કોંગી કાર્યકરોની પણ અટક કરાઈ હતી.
જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ તેમજ પ્રા.શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, શાળામાં વિદ્યાર્થીઓને રજા આપવાનો નિર્ણય શાળાના આચાર્યોએ લેવાનો હોય છે. તંત્ર તરફથી શાળાઓ બંધ રાખવા કોઈ આદેશ કરાયા ન હતા.