અગાઉ ફરિયાદ કર્યાના મનદુઃખે ઉશ્કેરાયેલા આરોપીએ દારૂના નશામાં ધૂત થઈને કરી ધાંધલ

ભુજ : શહેરની ભાગોળે મહિલા કલ્યાણ કેન્દ્ર નજીકના ચાર રસ્તા પાસે આવેલા શિવમ પાર્કમાં રહેતા એરફોર્સના કર્મચારી સાથે તેની સામે રહેતા શખ્સે બબાલ કરીને ધાકધમકી કરી હતી. જે અંગે ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી કિશોર રાણાભાઈ ધરડાએ આરોપી જયંતી વરજંગ દાફડા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપી જયંતી ફરિયાદીના ઘર આંગણામાં ટામી જેવું હથિયાર લાવીને ફરિયાદીને બિભત્સ ગાળો ભાંડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાત્રિના એક વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે વાયુસેનાના કર્મચારીએ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ આરોપી વિરૂદ્ધ તેેને અગાઉ પણ ફરિયાદ કરી હતી. જેનું મનદુઃખ રાખીને નશામાં ધૂત થયેલા આરોપીએ ઘર પાસે ધાંધલ કરી હતી. તો આરોપી વિરૂદ્ધ બી-ડિવિઝન પોલીસે પણ શ્રી સરકાર તરફે દારૂના નશામાં શાંતિસુલેહનો ભંગ કર્યા બાબતે ગુનો નોંધ્યો હતો.