ભુજમાં વરલી મટકાના આંકડાનો જુગારી ઝડપાયો

ભુજ : શહેરના સુરલભીટ્ટ રોડ પર આવેલા વોરાના હજીરા પાસે જાહેરમાં આંકડાનો જુગાર રમાડતા બુકીને પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીના કબજામાંથી પોલીસે મોબાઈલ ફોન અને બાઈક મળી ર૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર બી ડિવિઝન પોલીસની ટીમ દારૂ, જુગાર જેવી બદીઓને નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમી હકિકતને આધારે સુરલભીટ્ટ રોડ પર આવેલા વોરાના હજીરા પાસે દરોડો પાડયો હતો. જેમાં ભુજના ચાંદ ચોકમાં રહેતા ઝહીર આમદ બાયડ (ઉ.વ.૩૮) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી રોકડા રૂા. ૮૯૦ તેમજ આંકડા લખેલી ચીઠ્ઠીઓ, એક મોબાઈલ ફોન અને જી.જે.૧ર.ડી.પી.૯૬૦ર નંબરની બાઈક મળીને કુલ્લ ર૦,૮૯૦/-નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બનાવને પગલે પોલીસે ગુનો નોંધતા એએસઆઈ પંકજકુમાર કુશ્વાહાએ આગળની તપાસ હાથ ધરી છે.