ભુજમાં ર૦મીએ કવિઓ દ્વારા સ્પાઈન સર્જનનો નિઃશુલ્ક કેમ્પ યોજાશે

ભુજ : કવીઓ જૈન મહાજન ભુજ સંચાલીત રતનશી ટોકરશી વોરા મેડીકલ ચેકઅપ સેન્ટર ભુજ ખાતે સંસ્થાના પ્રમુખ તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સેલ્બી મલ્ટી સ્પે. હોસ્પિટલના સુપર નિષ્ણાંત સ્પાઈન સર્જનના ડૉકટરોના નિદાન તથા સારવારના કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરાયું છે.
આ મેડીકલ કેમ્પ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના પ્રમુખ શ્રી છેડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧.૫ વર્ષથી કોરોના બિમારીના કારણે કચ્છના દર્દીઓ કચ્છ બહાર સારવાર માટે જઈ શકેલ ન હોવાથી અને કચ્છી પ્રજાજનોને ખર્ચાળ મેડીકલ સારવારમાંથી રાહત આપવા માટે અમારી સંસ્થા દ્વારા અવાર-નવાર નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું સ્થાનિકે આયોજન કરવામાં આવે છે, જેના અનુસંધાનમાં તા.૨૦/૯ને સોમવારે સવારે ૯ થી ૧ સુધી સેલ્બી મલ્ટી સ્પે. હોસ્પિટલના સુપર નિષ્ણાંત સ્પાઈન સર્જન ડૉ. વિશાલ બૌઆ દર્દીઓની તપાસણી વિનામુલ્યે કરશે અને વધુ સારવાર લાયક દર્દીઓને અમદાવાદ માટે સારવારની વ્યવસ્થા સરકારની વિવિધ યોજના અનુસાર કરી આપવામાં આવશે. આ નિઃશુલ્ક નિદાન મેડીકલ કેમ્પનો વધુમાં વધુ જરૂરતમંદ દર્દીઓએ લાભ લેવા અને વધુ માહિતી માટે (૦૨૮૩૨) ર૫૫૩૧૮, ૨૨૩૮૨૧ નો સંપર્ક કરવા સંસ્થાના મેડિકલ કન્વીર ડૉ. દેવચંદ ગાલા અને મેડિકલ ઓફીસર ડૉ. અશોકભાઈ ત્રિવેદીની સંયુકત યાદીમાં જણાવાયુ છે.