ભુજમાં રોમિયોગીરી કરતા ૯ર શખ્સો પોલીસની ઝપટે ચડ્યા

ભુજ : શહેરમાં છેડતીના બનાવો તથા ડામવા તથા લુખ્ખા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસની જુદી જુદી ટીમોએ ડ્રાઈવ યોજતા ૯ર રોમીયોગીરી કરતા તત્વો પોલીસની ઝપટે ચડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન પોલીસની જુદી જુદી ટીમોએ સાંજના પથી ૭ઃ૩૦ દરમ્યાન રોમીયો ડ્રાઈવ યોજી હતી. હિલગાર્ડન, ત્રિમંદિર, મંગલમ ચાર રસ્તા, નવા બસ સ્ટેશન, શિવપારસ, ખેંગારપાર્ક, રાજેન્દ્રપાર્ક, ભુજીયા રીંગ રોડ, રિલાયન્સ સર્કલ, પુનિતવન વિસ્તારમાંથી પોલીસે ૯ર શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં ૩૬ને માફીપત્રો લખાવ્યા હતા તો ૪પ સામે એનસી કેસો કર્યા હતા. જ્યારે ૧૧ વાહનો ડિટેઈન કરાયા હતા. તો ૧૦પ૦નો સ્થાનિકે દંડ વસુલાયો હતો.