ભુજમાં રસીનો બીજો ડોઝ લઇ અત્યારની પરિસ્થિતિમાં રસીને જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ ગણાવતા ૭૦ વર્ષિય ભરતભાઇ

કોરોનાના વિરુધ્ધ રસીકરણને વેગ આપવા માટે સરકારે રસી ઉત્સવ શરૂ કર્યો છે અને
જેને સારો પ્રતિસાદ પણ સાંપડી રહયો છે ત્યારે ભુજમાં વ્યાયામ શાળા ખાતે રસીકરણ કેન્દ્રમાં
રસી લેવા માટે લોકોનો સારો એવો ઘસારો જોવા મળ્યો હતો.
આ તકે ૭૦ વર્ષીય રસી લેતા ભરતભાઇ ઠાકર જણાવે છે કે, મેં રસીનો બીજો ડોઝ
લીધો છે અને ખુશી છે કે ટીકાકરણ ઉત્સવ અંતર્ગત મને આ લાભ મળ્યો છે. રસીથી કોઇ
આડઅસર થતી નથી ખરા અર્થમાં તો અત્યારની આ મહામારીનું સોલ્યુશન જ રસી છે. હું બે
હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે બીજા બધા કામ મુકીને રસીકરણને અગ્રતા આપો. તો
સરકારશ્રીના આપણા હિતમાં લીધેલા આ પ્રયાસને અપનાવીએ અને તેમાં સહભાગી થઇએ તો
આપણી ફરજ છે.