ભુજમાં રવિવારે ર૧ સેન્ટરો પર નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાશે

ભુજ : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૧લી ઓગસ્ટના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષાનું આયોજન કરાયું છે, જેનો સમય ૧૧ થી ૧ રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા ભુજના ર૧ સેન્ટરો પર યોજાશે, જેમાંં પ૮૦૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. શિક્ષણ કચેરીના એઈઆઈ જી.જી. નાકરે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૧લી ઓગસ્ટ રવિવારના નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા યોજાશે, જેમાં ભુજમાં ૧૯ અને માધાપરના ર સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવશે. ભુજની માતૃછાયા, ઓલ્ફ્રેડ, વી.ડી. હાઈસ્કૂલ, ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સહિતની સ્કૂલોમાં આ પરીક્ષા યોજાશેે. પ૮૦૦ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે. શાંતિપૂર્વક માહોલમાં આ પરીક્ષા યોજાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરાઈ રહ્યા છે.